Gandhinagar : ઉદ્ધવ ઠાકરેના પાટીદારો મુદ્દે નિવેદન અંગે ભાજપની પ્રતિક્રિયા, હવે સત્તા માટે ભેગા થયા: હિતેન્દ્ર પટેલ
- ઉદ્ધવ ઠાકરેના પાટીદારો મુદ્દે નિવેદન અંગે ભાજપની પ્રતિક્રિયા
- વર્ષો પહેલા છૂટા પડયા, હવે સત્તા માટે ભેગા થયા: હિતેન્દ્ર પટેલ
- ભાગલાવાદી તેમની નીતિ અને રીતિ રહી છે: હિતેન્દ્ર પટેલ
- ભાજપ સૌના સાથ સૌના વિકાસમા માને છે: હિતેન્દ્ર પટેલ
ગુજરાતમાં પાટીદારોને અલગ અલગ કરવા અંગેના ઉદ્ધવ ઠાકરેના નિવેદન મામલે ઉદ્ધવ ઠાકરેના નિવેદન અંગે ગુજરાત ભાજપના સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નકલી શિવસેનાના નેતાઓ સત્તા માટે ભેગા થઈ રહ્યા છે. વર્ષો પહેલા સત્તા માટે છુટા પડ્યા હતા. હવે સત્તા માટે ભેગા થઈ રહ્યા છે.
ગુજરાતમાં પાટીદાર અને ભાજપ એક બીજાના પૂરક છે
ભાગલાવાદી તેમની નીતિ અને રિતી રહી છે. ભાજપ સૌના સાથ સૌના વિકાસમાં માને છે. હિતેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, પ્રગતિએ ભાજપને આભારી છે. તેજ રીતે ભાજપનો ઉદય પણ પાટીદારોને આભારી છે. ગુજરાતમાં પાટીદાર અને ભાજપ એકબીજાના પૂરક છે. ભાજપ પાર્ટી જ્ઞાતિ, જાતિ, પંથ કે ભાષાના આધારે હતી નહી અને છે પણ નહી. ઉદ્ધવ ઠાકરેના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડું છું.
મહારાષ્ટ્રમાં ચાલતા મરાઠી વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનુ નિવેદન ચર્ચામાં
ગુજરાતમાં પાટીદારોને અલગ અલગ કરવામાં આવ્યા: ઉદ્ધવ ઠાકરે
ગુજરાતીઓ સાથે થતા દૂરવ્યવહાર ઠાકરેબંધુની નીતિ જવાબદાર
ગુજરાતીઓ પર છેલ્લા ઘણા સમયથી મનસે કાર્યકરો કરે છે હુમલો@uddhavthackeray @RajThackeray #Maharashtra… pic.twitter.com/Xftj3VNCXT— Gujarat First (@GujaratFirst) July 5, 2025
આ પણ વાંચોઃ Mumbai : ઠાકરે ભાઈઓ 20 વર્ષ બાદ એક મંચ પર, જાણો કેમ આવ્યા સાથે
ઉદ્ધવ ઠાકરેએ પાટીદારો પર શું કહ્યું
મહારાષ્ટ્રના રાજકારણમા ઠાકરે બંધુએ 20 વર્ષ બાદ એક મંચ પર જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં ચાલતા મરાઠી વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું હતું કે, મહારાષ્ટ્રમાં એક તરફ મરાઠી ભાષા બોલવાને લઈ હુમલા કરાય છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે ગુજરાતનું નામ લઈને રાજકારણ કરવા માંગે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ગુજરાતમાં પાટીદારોને અલગ અલગ કરવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ખુલ્લી પડી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેએ સમજવું પડશે કે આર્થિક નીતિમાં ગુજરાતીઓનો સિંહ ફાળો છે. વર્લીમાં આયોજિત 'આવાઝ મરાઠીચા' નામની રેલીમાં જોડાયા હતા. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચોઃ જો તમે અમને ગુંડા કહો છો, તો હા અમે ગુંડા છીએ : ઉદ્ધવ ઠાકરે


