Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપે ફરી બધાને ચોંકાવી દીધાં! રાજ્યસભાના બે ઉમેદાવારો કોણ છે? જાણો

આગામી 24મી જુલાઈએ રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાંથી ગુજરાતમાં ત્રણ સીટો પરથી ચૂંટણી યોજાવાની છે. વિદેશમંત્રી એસ. જયશંકરને ભાજપે ફરી ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલ્યા છે તો બીજા બે નામોને લઈને ભારે અટકળો ચાલી રહી હતી પરંતુ દર વખતની...
ભાજપે ફરી બધાને ચોંકાવી દીધાં  રાજ્યસભાના બે ઉમેદાવારો કોણ છે  જાણો
Advertisement

આગામી 24મી જુલાઈએ રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાંથી ગુજરાતમાં ત્રણ સીટો પરથી ચૂંટણી યોજાવાની છે. વિદેશમંત્રી એસ. જયશંકરને ભાજપે ફરી ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલ્યા છે તો બીજા બે નામોને લઈને ભારે અટકળો ચાલી રહી હતી પરંતુ દર વખતની માફક આ વખતે પણ ભાજપે રાજ્યસભાના બે ઉમેદવારોના નામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. ભાજપે રાજ્યસભામાં વાંકાનેર રાજવી પરિવારમાંથી કેસરીસિંહ ઝાલા અને કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈને ટિકીટ આપી છે. આ બંને ઉમેદવારો આજે બપોરે 2 વાગ્યે ફોર્મ ભરશે.

કેસરીદેવસિંહ ઝાલા

કેસરીદેવસિંહ ઝાલા ભારત સરકારના પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના રાજવી સ્વ. ડૉ. દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહજી ઝાલાના પુત્ર છે. વાંકાનેર રાજવી પરિવારમાંથી આવતા કેસરીદેવસિંહજી રાજકિય, સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે સતત સક્રિય છે અને 16માં રાજવી તરીકે તેમણે ગાદી ધારણ કરેલી છે.

Advertisement

વર્ષ 2011માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાઈ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ગત તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપે તેમને સંપૂર્ણ જવાબદારી સોંપી હતી તેમાં તેઓ સફળ થયાં હતા અને આઝાદી બાદ પહેલી વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપને સત્તા અપાવી હતી.

Advertisement

બાબુભાઈ દેસાઈ

વર્ષ 2007 થી 2012 દરમિયાન કાંકરેજના ધારાસભ્ય રહી ચુકેલા બાબુભાઈ દેસાઈ રબારી સમાજમાંથી આવે છે અને તેમની ઓળખ ભામાશા અને દાનવીર રત્ન તરીકેની છે. બાબુભાઈ દેસાઈ તેમની સામાજીક, રાજકિય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કારણે લોકો વચ્ચે રહ્યાં અને અનેક સંસ્થાઓમાં સેવાઓ આપી પોતાનું જાહેર જીવન ઉજળું કર્યું છે. તેમજ પક્ષ પ્રત્યે વફાદાર રહી સાચા સૈનિક તરીકે કામ કરી સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી. સોશિયલ મીડિયામાં પણ તેમની ઘણી સક્રિયતા રહી છે.

આ પણ વાંચો : શું છે રાજ્યસભાની ચૂંટણીનું શેડ્યૂલ, વાંચો આ અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×