Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SARZAMEEN : સ્ટાર કિડની ફિલ્મને મળી પછડાટ, હવે OTT પર નસીબ અજમાવશે

SARZAMEEN : ફિલ્મનું દિગ્દર્શન કાયઝો ઈરાની દ્વારા કરવામાં આવ્યું છે, સાથે કાજોલ પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જોવા મળશે
sarzameen   સ્ટાર કિડની ફિલ્મને મળી પછડાટ  હવે ott પર નસીબ અજમાવશે
Advertisement
  • ઇબ્રાહિમ અલી ખાન, બોલિવુડ એક્ટર સૈફ અલીખાનનો પુત્ર છે
  • પહેલી ફિલ્મ ફ્લોપ જતા હવે ઓટીટી પર દમ બતાવશે
  • દેશભક્તિ આધારિત ફિલ્મનું ટીઝર હાલમાં લોન્ચ થયું છે

SARZAMEEN : બોલિવૂડ સ્ટાર (BOLLYWOOD STAR) સૈફ અલી ખાનના (SAIF ALI KHAN) પુત્ર ઇબ્રાહિમ અલી ખાને (IBRAHIM ALI KHAN) હાલના સમયમાં જ પોતાની ફિલ્મ 'નાદાનિયાં'થી (NADAANIYAN FLOP) ડેબ્યૂ કર્યું છે. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ભારે ફ્લોપ રહી છે. આ મેગા ફ્લોપ ડેબ્યૂ પછી હવે OTT ઇબ્રાહિમ અલી ખાનના કરિયરનો આધાર બની ગયું છે. હવે રોમાંસને બાજુ પર રાખીને ઇબ્રાહિમે એક્શન ફિલ્મમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. ઇબ્રાહિમ અલી ખાન ટૂંક સમયમાં તેમની આગામી ફિલ્મ 'સરઝમીન'માં (SARZAMEEN TEASER) જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થયું છે. આ ફિલ્મ 25 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ઇબ્રાહિમે ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરશે તેવું લાગી રહ્યું છે.

મેગા ફ્લોપ ડેબ્યૂ પછી OTT સહારો બન્યો

ઇબ્રાહિમ અલી ખાને સ્ટાર કિડ ખુશી કપૂર સાથે ફિલ્મ 'નાદાનિયાં' થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ કંઈ ખાસ પ્રદર્શન કરી શકી ન્હતી અને ભારે ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ ફ્લોપ થતાં જ ઇબ્રાહિમ અલી ખાનનું કરિયર પણ નિષ્ફળતાનું કલંક લાગી ગયું હતું. જોકે, ઇબ્રાહિમે હાર માની ન્હોતી અને OTT ફિલ્મ 'સરઝમીન' માં જોડાયો હતો. આ ફિલ્મમાં ઇબ્રાહિમ જોરદાર એક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન કાયઝો ઈરાની દ્વારા કરવામાં આવ્યું છે, સાથે કાજોલ પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જોવા મળશે. ટ્રેલરમાં ઇબ્રાહિમની દમદાર એક્શન જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. હવે જોવું રહ્યું કે, OTT પર રિલીઝ થતી આ ફિલ્મ ઇબ્રાહિમના કરિયર પર કેવી અને કેટલી અસર કરશે.

Advertisement

બહેન સાથે ઘણું પ્રમોશન કર્યું

ઇબ્રાહિમ અલી ખાન હાલના દિવસોમાં પોતાની ફિલ્મ સરઝમીનના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં ઇબ્રાહિમ મુંબઈમાં એક કાર્યક્રમમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે તેની બહેન અને બોલિવૂડ સ્ટાર સારા અલી ખાન સાથે ઘણી પોઝ આપ્યા હતા. ચાહકોએ પણ આ ભાઈ-બહેનની જોડી પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. ઇબ્રાહિમ અલી ખાન પણ પોતાના પરિવારના વારસાને આગળ ધપાવી રહ્યા છે અને અભિનયની દુનિયામાં પોતાનું સ્થાન જમાવવા મહેનત રહ્યા છે. ઇબ્રાહિમની માતા અમૃતા સિંહ પણ તેમના સમયની ટોચની અભિનેત્રી રહી છે. આ સાથે, ઇબ્રાહિમના પિતા સૈફ અલી ખાન આજે પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો ---- Bollywood : 'પ્રેગનેટ નહોતી થતી તેથી...', ફેમસ અભિનેત્રી સાથે પરિવારે કર્યું ખરાબ વર્તન

Tags :
Advertisement

.

×