Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Border-Gavaskar Trophy : સિડનીમાં ભારતીય ફાસ્ટ બોલરોનો કહેર! ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત

જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની શાનદાર બોલિંગે ઓસ્ટ્રેલિયાની ચિંતા વધારી છે.
border gavaskar trophy   સિડનીમાં ભારતીય ફાસ્ટ બોલરોનો કહેર  ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત
Advertisement
  1. આજે અંતિમ ટેસ્ટ મેચનો બીજો દિવસ, ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત (Border-Gavaskar Trophy)
  2. ઓસ્ટ્રેલિયાએ લંચ સુધીમાં 101 રન પર 5 વિકેટ ગુમાવી
  3. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની શાનદાર બોલિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની (Border-Gavaskar Trophy) અંતિમ ટેસ્ટનો આજે (4 જાન્યુઆરી) બીજો દિવસ છે. આ મેચમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 185 રનમાં જ સમેટાઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં લંચ સુધી 101/5 નો સ્કોર કર્યો છે. એલેક્સ કેરી અને બ્યુ વેબસ્ટર હાલ ક્રિઝ પર છે.

આ પણ વાંચો - Sourav Ganguly ની પુત્રીની કારનો અકસ્માત, બસે ટક્કર મારી, સના આબાદ બચાવ

Advertisement

ભારતની જેમ ઓસ્ટ્રેલિયાની પણ ખરાબ શરૂઆત

જણાવી દઈએ કે, ભારતની જેમ ઓસ્ટ્રેલિયાની (IndvsAus) શરૂઆત પણ ખૂબ જ ખરાબ રહી હતી. ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે ઉસ્માન ખ્વાજાને 2 રને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી. ત્યાર બાદ ભારતીય ટીમને ટૂંક જ સમયમાં બીજી સફળતા મળી, જ્યારે જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) માર્નસ લાબુશેનને (2) વિકેટકીપર રિષભ પંતનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ભારતનાં ઝડપી બોલર્સનો કહેર!

Advertisement

ત્યારબાદ મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) એક જ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને બે મોટા ઝટકા આપ્યા હતા. સિરાજે પહેલા સેમ કોન્સ્ટાસને (23) યશસ્વી જયસ્વાલનાં હાથે કેચ કરાવી આઉટ કર્યો હતો. ત્યારબાદ ખતરનાક બેટ્સમેન ટ્રેવિસ હેડ (4) પણ આઉટ થયો હતો. હેડ બીજી સ્લિપમાં કે.એલ. રાહુલનાં હાથે કેચ થયો હતો. આ પછી સ્ટીવ સ્મિથ અને નવોદિત બેઉ વેબસ્ટરે ઇનિંગ્સને આગળ ધપાવી અને 57 રનની ભાગીદારી કરી, પરંતુ બીજા દિવસે લંચ પહેલા સ્ટીવ સ્મિથ (33) પણ આઉટ થયો. પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને સ્લિપમાં કે.એલ. રાહુલનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 101/5 છે. આ લખાય ત્યાં સુધી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 123/5 છે.

આ પણ વાંચો - Shreyas Iyer: શ્રેયસ ઐયરની વિસ્ફોટક સદી, મુંબઈને એકતરફી જીત અપાવી

ભારતીય ટીમની ઇનિંગ

ભારતની પ્રથમ ઇનિંગની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતીય ટીમને પહેલો ફટકો કે.એલ. રાહુલના (4) રૂપમાં લાગ્યો હતો. ત્યાર બાદ યશસ્વી જયસ્વાલ (10), શુભમન ગિલ (20), વિરાટ કોહલી (17), રિષભ પંત (40), નીતીશ રેડ્ડી (0), રવિન્દ્ર જાડેજા (26), વોશિંગ્ટન સુંદર (14), પ્રસિદ્ધ ક્રિષ્ણા (03) અને કેપન્ટ જસપ્રિત બુમરાહ (22) રન પર આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્કને 3, પેટ કમિન્સને 2 અને નાથન લિયોનને એક સફળતા મળી હતી.

જણાવી દઈએ કે, આ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્માએ આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો. ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી અને ત્યાર બાદ ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં 184 રનથી શાનદાર જીત (Border-Gavaskar Trophy) નોંધાવી હતી.

આ પણ વાંચો - રોહિત શર્મા પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર થતા ગાવાસ્કરે કહ્યું - એક કેપ્ટન તરીકે આ...

Tags :
Advertisement

.

×