Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad: સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની પોલીસે કરી ધરપકડ

Botad: સગીરાના કૌટુંબિક ભાઈ પ્રદિપ વિનાભાઈ શેખલીયાએ સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
botad  સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની પોલીસે કરી ધરપકડ
Advertisement
  1. ગઢડા તાલુકામાં બની હતી દુષ્કર્મની ઘટના
  2. દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની પોલીસે કરી ધરપકડ
  3. નરાધમી ભાઈને કડકમાં કડક સજા કરવા માટે કરાઈ માંગ

Botad: બોટાદના ગઢડા તાલુકામાં એક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં અત્યારે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે, ગઢડા તાલુકાના એક ગામની સગીરા પર સગા કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. સગીરાના કૌટુંબિક ભાઈ પ્રદિપ વિનાભાઈ શેખલીયાએ સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો: ખેડૂતો માટે પ્રેરણારૂપ છે આ દંપતી, ડોલરની નોકરી છોડી કરી રહ્યાં છે સરગવાની પ્રાકૃતિક ખેતી

Advertisement

હોસ્પિટલે તપાસ કરાવતા સામે આવી સમગ્ર હકીકત

નોંધનીય છે કે, સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલે તપાસ કરાવવા માટે લઈ જવામાં આવી હતી. અહીં તપાસ કરાવતા શરીર સંબંધ થયો હોવાનું સામે આવ્યું હતું. જેથી સગીરાને તેના માતા-પિતાએ પુછપરછ કરતા તેના કૌટુંબિક ભાઈ પ્રદિપે તેની સાથે દુષ્કર્મ કર્યુ હોવાનુ સગીરાએ જણાવ્યું હતું. સગીરાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા પ્રદિપે તેને ધમકી આપી ઘરે બોલાવી દુષ્કર્મ કર્યુ હતું.

Advertisement

આ પણ વાંચો: Rajkot: વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો, રોકડ અને મોબાઈલની ચલાવતો હતો લૂંટ

ગણતરીના કલાકમાં દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ

આ સમગ્ર દુષ્કર્મની ઘટના મામલે સગીરાના પિતાએ ગઢડા પોલીસમાં પ્રદિપ વિનાભાઈ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકમાં દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં પરંતુ અત્યારે આ મામલે પોલીસે વધારે કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. એક કૌટુંબિક ભાઈ પણ પોતાની બહેન સાથે આવું કહીં શકે છે, તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. જોકે, આ મામલે પોલીસ કાર્યવાહી પણ કરી રહીં છે. આવા દુષ્કર્મીઓને કડકમાં કડક સજા પણ થવી જોઈએ. અત્યારે પોલીસે નરાધમી ભાઈની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Gandhinagar Accident: ચિલોડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત,2 ના મોત

Tags :
Advertisement

.

×