Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad : સામાજિક અગ્રણી ધરમશી મોરડિયાની હત્યાથી હડકંપ! આવતીકાલે નીકળશે અંતિમ યાત્રા

Botad ના ભીમનાથ ગામે સામાજિક અગ્રણીની હત્યાનો મામલો ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ધરમશી મોરડિયાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું સાંસદ પરશોત્તમ રૂપાલા પણ હોસ્પિટલ પહોંચ્યા આવતીકાલે Ahmedabad માં ધરમશીભાઈની અંતિમયાત્રા નીકળશે બોટાદનાં (Botad) ભીમનાથ ગામે સામાજિક અને પાટીદાર અગ્રણી ધરમશી મોરડિયાની (Dharamshi...
botad   સામાજિક અગ્રણી ધરમશી મોરડિયાની હત્યાથી હડકંપ  આવતીકાલે નીકળશે અંતિમ યાત્રા
Advertisement
  1. Botad ના ભીમનાથ ગામે સામાજિક અગ્રણીની હત્યાનો મામલો
  2. ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ધરમશી મોરડિયાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું
  3. સાંસદ પરશોત્તમ રૂપાલા પણ હોસ્પિટલ પહોંચ્યા
  4. આવતીકાલે Ahmedabad માં ધરમશીભાઈની અંતિમયાત્રા નીકળશે

બોટાદનાં (Botad) ભીમનાથ ગામે સામાજિક અને પાટીદાર અગ્રણી ધરમશી મોરડિયાની (Dharamshi Mordia) હત્યા થયા બાદ ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં મોકલાયો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને RMS હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રખાયો છે. આ મામલે જાણ થતાં સાંસદ પરશોત્તમ રૂપાલા, પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા (Bharat Pandya) સહિત મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. આવતીકાલે અમદાવાદમાં ધરમશીભાઈની અંતિમ યાત્રા નીકળશે.

આ પણ વાંચો - Ahmedabad : નકલી જજને કોર્ટમાં રજૂ કરાયો, આરોપીએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

Advertisement

Advertisement

PM બાદ મૃતદેહને RMS હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રખાયો

બોટાદ (Botad) જિલ્લાનાં બરવાળા તાલુકાના ભીમનાથ ગામે પાટીદાર અગ્રણી ધરમશીભાઈ મોરડિયાની (Dharamshi Mordia) હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સનસની મચી ગઈ છે. પોલીસ દ્વારા ધરમશી મોરડીયાના મૃતદેહ ધંધુકા રેફરલ હોસ્પિટલ મોકલી પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને RMS હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રખાયો છે. દરમિયાન, સામાજિક અગ્રણી ધરમશીભાઈ મોરડિયાની હત્યાની જાણ થતાં રાજકોટ સાંસદ પરષોતમ રૂપાલા (MP Parshottam Rupala), ધંધુકા પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા સહિતના પંથકના રાજકીય અને સામાજિક આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.

આ પણ વાંચો - Kadi : શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની હાજરી, કહી આ વાત!

આવતીકાલે અમદાવાદમાં અંતિમ યાત્રા નીકળશે

માહિતી મુજબ, આવતીકાલે અમદાવાદમાં (Ahmedabad) ધરમશીભાઈની અંતિમ યાત્રા નીકળશે. શહેરનાં ઈસનપુર વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનેથી સવારે 9 કલાકે અંતિમયાત્રા નીકળશે. ધંધુકાના (Dhandhuka) પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યાએ કહ્યું હતું કે, ધરમશીભાઈનાં જવાથી સમગ્ર પંથકમાં ઊંડા શોકની લાગણી વ્યાપી છે. કોઈનું પણ કામ હોય ત્યારે ધરમશીભાઈ તેમને મદદ કરતા હતા. વિદ્યાર્થી હોય કે પછી કોઈને નોકરી જોઈતી હોય ધરમશીભાઈને મળે એટલે તેઓ મદદ કરે. પૂર્વ ધારાસભ્યે કહ્યું કે, પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવશે.

આ પણ વાંચો - Rajkot : 'હું સોફા પર બેઠી હતી ત્યારે મને બાથમાં ભીડી અને...!' સો. મીડિયા ફ્રેન્ડને દીકરીની માતાએ રંગેહાથ ઝડપ્યો!

Tags :
Advertisement

.

×