Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Box Office Collection : 'Pushpa 2- The Rule' વધુ એક નવો ઈતિહાસ રચવા તૈયાર!

ફિલ્મે હિન્દી વર્ઝનમાં જ રૂ.781.15 કરોડની કમાણી કરી લીધી છે.
box office collection    pushpa 2  the rule  વધુ એક નવો ઈતિહાસ રચવા તૈયાર
Advertisement
  1. Pushpa 2-The Rule' ની રિલીઝને એક મહિના થયો
  2. Box Office ફિલ્મની અધડક કમાણી, નવા રેકોર્ડ સર્જશે
  3. ફિલ્મ વધુ એક નવો ઈતિહાસ રચવાથી માત્ર 18 કરોડ રૂપિયા દૂર

'Pushpa 2- The Rule' ની રિલીઝને એક મહિના જેટલો સમય વીતી ગયો છે, છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને કમાણી બાબતે તમામ રેકોર્ડ તોડી નવા રેકોર્ડ સર્જી રહી છે. ખાસ કરીને હિન્દી ડબ વર્ઝનમાં અલ્લુ અર્જુનની (Allu Arjun) આ એક્શન ફિલ્મ વધુ એક નવો ઈતિહાસ રચવાથી માત્ર 18 કરોડ રૂપિયા દૂર છે. સુકુમારનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ભારતીય સિનેમામાં અત્યાર સુધીમાં લગભગ દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. 4 અઠવાડિયા પછી શુક્રવારે એટલે કે 30 માં દિવસે ફિલ્મની કમાણીમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તે હજુ પણ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે.

હિન્દી વર્ઝનમાં જ રૂ. 781.15 કરોડની કમાણી કરી

સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun), નેશનલ ક્રશ અભિનેત્રી રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna), ફહાદ ફાસિલની 'પુષ્પા 2' એ 30 દિવસમાં દેશભરમાં 1193.60 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. જ્યારે સૌથી રસપ્રદ વાત એ છે કે તેણે હિન્દી વર્ઝનમાં જ રૂ. 781.15 કરોડની કમાણી કરી લીધી છે. હવે તેને વધુ રૂ. 18.85 કરોડની જરૂર છે, ત્યારબાદ તે એકલા હિન્દીમાં 800 કરોડ રૂપિયાની કમાણીનો ઈતિહાસ રચશે.

Advertisement

આ પણ વાંચો - Paatal Lok 2 Teaser: 'શું તમે વિચાર્યું કે જો તમે એક જંતુને મારી નાખો, તો બધું સમાપ્ત થઈ જશે?'

Advertisement

'Pushpa 2- The Rule' નો બોક્સ ઓફિસ પર ધમાલ

Sacnilk નાં અહેવાલ મુજબ, 'પુષ્પા 2' એ તેના 5 માં શુક્રવારે દેશભરમાંથી રૂ. 3.85 કરોડનું નેટ કલેક્શન (Box Office Collection) કર્યું છે. તેમાંથી સૌથી વધુ રૂ. 2.75 કરોડની કમાણી હિન્દી વર્ઝનથી થઈ છે. જ્યારે, તેલુગુ વર્ઝનએ 1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. એક દિવસ પહેલા ગુરુવારે તેણે તમામ 5 ભાષાઓમાં 5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેથી, કમાણીમાં ચોક્કસપણે 23% ઘટાડો થયો છે. પરંતુ, તે એક મહિનાનો હોવાથી સ્વાભાવિક છે.

આ પણ વાંચો - Ravi Kishan : અમે ઘરના 12 લોકો પાણીમાં ખીચડી ભેળવીને ખાતા હતા

'Pushpa 2- The Rule' વર્લ્ડવાઇડ કલેક્શન

વર્લ્ડવાઇડ કલેક્શનની વાત કરીએ તો, હવે 'પુષ્પા 2' ની ગતિ ચોક્કસપણે થોડી ધીમી પડી છે. 30 દિવસમાં તેણે ગ્લોબલ બોક્સ ઓફિસ પર રૂ.1690.00 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. અલ્લુ અર્જુનની ફિલ્મ હાલમાં વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની યાદીમાં ત્રીજા નંબરે છે. બીજા સ્થાને પ્રભાસની 'બાહુબલી 2' છે, જેણે 1788.06 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે, નંબર વન પર આમિર ખાનની 'દંગલ' (Dangal) છે, જેનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 2070.30 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો - Salman Khan : લાડો લગને લગને કુંવારો

Tags :
Advertisement

.

×