Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોક્સિંગમાં વિશ્વ ચેમ્પિયન Mary Kom એ નિવૃત્તિના સમાચારનું કર્યું ખંડન

Mary Kom: બોક્સિંગમાં ભારતને વિશ્વમાં અલગ ઓળખ અપાવનાર મેરી કોમે બોક્સિંગમાંથી નિવૃત્તિની ખબરને ફગાવી દીધી છે. મેરી કોમે બોક્સિંગમાંથી નિવૃત્ત થવાની જાહેરાત નથી કરી. બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ (Mary Kom) નિવૃત્તિની ખબરનું ખંડન કરતા કહે છે કે, મારા નિવેદનને અલગ...
બોક્સિંગમાં વિશ્વ ચેમ્પિયન mary kom એ નિવૃત્તિના સમાચારનું કર્યું ખંડન
Advertisement

Mary Kom: બોક્સિંગમાં ભારતને વિશ્વમાં અલગ ઓળખ અપાવનાર મેરી કોમે બોક્સિંગમાંથી નિવૃત્તિની ખબરને ફગાવી દીધી છે. મેરી કોમે બોક્સિંગમાંથી નિવૃત્ત થવાની જાહેરાત નથી કરી. બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ (Mary Kom) નિવૃત્તિની ખબરનું ખંડન કરતા કહે છે કે, મારા નિવેદનને અલગ રીતે રજૂ કરવામાં આવ્યું છે. અત્યારે સંન્યાસ લેવાની તેમની કોઈ જ ઈચ્છા નથી. ઉલ્લેખનીય છે કે, મેરી કોમે નિવૃત્તિની વાતને ફગાવી દીધી છે અને હજી પણ તેઓ બોક્સિંગ સાથે જોડાયેલા રહેવાની છે તેવું જણાવ્યું હતું.

નિવૃત્તિની જાહેરાતનું મેરી કોમે કર્યું ખંડન

નિવૃત્તિ અંગે ચાલી રહેલી ખબર બાબતે મેરી કોમે કહ્યું કે, મિત્રો, મે હજી સંન્યાસની કોઈ જાહેરાત નથી કરી. મારા નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું છે.જ્યારે પણ મારે સંન્યાસ લેવાનો હશે ત્યારે હું ખુબ બધાને આ બાબતે માહિતી આપીશ. મે કેટલાક મીડિયા રિપોર્ટ જોયા જેમાં મારા સંન્યાસની વાત કરવામાં આવી છે તે સત્ય હકિકત નથી.

Advertisement

Advertisement

મેરી કોમ 6 વખત વિશ્વ વિજેતા બન્યા છે

તમને જણાવી દઈએ કે, મેરી કોમે બોક્સિંગમાં અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. Mary Kom વિશ્વની પહેલી એવી બોક્સર છે જે 6 વખત વિશ્વ વિજેતા બની છે. 2014માં એશિયાર રમતમાં સુવર્ણ પદક જીતવા વાળી પ્રથમ મહિલા મેરી કોમ છે. આ સાથે 2012માં લંડન ઓલંપિકમાં કાંસ્ય પદક જીત્યો હતો. તમને જણાવી દઈએ કે 2006માં મેરી કોમને પદ્મશ્રી, 2009માં ભારતનો સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી પણ સન્માન કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો: અરબી સમુદ્રમાં Biggest war exercise, ભારતનો ચીનને મોટો પડકાર

2014માં મેરી કોમની બાયોપિક ફિલ્મ

મેરી કોમ સાત પ્રતિયોગિતામાંથી પ્રત્યેકમાં પદક જીતવા વાળી એકમાત્ર માહિલા બોક્સર પણ છે. ઉલ્લેખનીય છે કે, મણિપુર સરકારે 2018માં તેમના અસાધારણ પ્રદર્શન માટે મીથોઈ લીમાની ઉપાધિથી સન્માનિત કર્યા હતા. મેરી કોમને પદ્મ ભૂષણ, પદ્મશ્રી,અર્જુન પુરસ્કાર અને કઈ અન્ય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. એટવું જ નહીં પરંતુ તેમના જીવન પર આધારિક એક બાયોપિક ફિલ્મ પણ બનેલી છે. મેરી કોમ ફિલ્મ 2014માં આવી હતી.

Tags :
Advertisement

.

×