Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ Group Scam : મંત્રી ભીખુસિંહ પરમારે બોલવાનું ટાળ્યું, કહ્યું- અમારા પ્રવક્તાએ..!

BZ Group કૌભાંડ મામલે કોંગ્રેસ (Congress) દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા.
bz group scam   મંત્રી ભીખુસિંહ પરમારે બોલવાનું ટાળ્યું  કહ્યું  અમારા પ્રવક્તાએ
Advertisement
  1. BZ Group Scam પર મંત્રી ભીખુસિંહ પરમારે બોલવાનું ટાળ્યું
  2. પ્રવક્તાને આગળ ધરીને ભીખુસિંહ બોલ્યા, હું નહીં બોલું...
  3. BZ ગ્રૂપનાં કૌભાંડને લઈ કોંગ્રેસના ભાજપ પર ગંભીર આક્ષેપ

રાજ્યમાં લોકોને વધુ વ્યાજની લાલચ આપીને રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ Group અંગે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું છે. BZ ગ્રૂપ કૌભાંડ (BZ Group Scam) અંગે સવાલ પૂછાતા મંત્રી ભીખુસિંહ પરમાર મીડિયાને કહ્યું કે, અમારા પ્રવક્તાએ બોલવાની ના પાડી છે. તેમણે એમ પણ કહ્યું કે, કોઈને બચાવવાનો પ્રયાસ નથી, તપાસ ચાલુ છે. બીજી તરફ આ કૌભાંડને લઈ કોંગ્રેસે BJP પર આકરા પ્રહાર કર્યા હતા.

અમારા પ્રવક્તાએ બોલવાની ના પાડી છે : ભીખુસિંહ પરમાર

રાજ્યમાં પોંઝી સ્કીમો થકી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર BZ Group અંગે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે (Bhikhusinh Parmar) મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું. તેમણે પ્રવક્તાને આગળ ધરી મીડિયાને કહ્યું કે, મારે BZ ગ્રૂપ અંગે કશું બોલવાનું નથી. આ મામલે અમારા પ્રવક્તાએ બોલવાની ના પાડી છે. પ્રવક્તાએ કહ્યું છે તમારે બાઈટ નથી આપવાની, જે પણ હશે તેઓ કહેશે. અમારા પ્રવક્તા આ મુદ્દે પ્રતિક્રિયા આપશે. આ કૌભાંડમાં તપાસ અને સજા અંગે મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું કે, કોઈને બચાવવાનો પ્રયાસ નથી, તપાસ ચાલુ છે.

Advertisement

આ પણ વાંચો - BZ Group Scam : લોકોના રૂપિયા પર તાગડધિન્ના કરતા ઠગ એજન્ટ મયુર દરજીનો Video Viral

Advertisement

ABVP નાં પ્રદેશ સહમંત્રી અમનસિંહ ચાવડા પર ગંભીર આરોપ

બીજી તરફ BZ Group કૌભાંડ (BZ Group Scam) મામલે કોંગ્રેસ (Congress) દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં BZ ઓફિસનાં એજન્ટને લઈને કોંગ્રેસનાં પ્રવકતા પાર્થિવરાજ સિંહ કઠવાડીયાએ (Prithviraj Singh Kathwadia) પુરાવા જાહેર કરવાનો દાવો કરી આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ અને તેની ભગિની સંસ્થાઓનાં લોકો આ કૌભાંડમાં ભાગીદાર છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, ગાંધીનગરની (Gandhinagar) BZ ગ્રૂપ ઓફિસનો એજન્ટ અમનસિંહ ચાવડા, પૂર્વ ABVP પ્રદેશનો સહમંત્રી સહિત અનેક હોદ્દાઓ ભોગવી ચૂક્યો છે. અમનસિંહ ચાવડા અને BZ Group નાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાના (Bhupendrasinh Jhala) ફોટા સામે આવ્યા છે.

આ પણ વાંચો - BZ ગ્રુપના કૌભાંડ બાદ પ્રથમ રોકાણકાર આવ્યો સામે

અમનસિંહ ચાવડા સામે ફરિયાદ દાખલ કરવાની કોંગ્રેસની માગ

કોંગ્રેસના પ્રવકતા પાર્થિવરાજ સિંહે આગળ કહ્યું કે, અમનસિંહ ચાવડાએ (Amansinh Chavda) સેક્ટર 11 માં સ્વર્ણિમ સંકુલથી માત્ર 500 મીટર દૂર BZ ફાઇનાન્સની ઓફિસ શરૂ કરી હતી. અમનસિંહ ચાવડાનાં અનેક BJP નેતાઓ સાથે ફોટા પણ છે. આ સાથે કોંગ્રેસે અમનસિંહ ચાવડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માગ પણ કરી છે.

આ પણ વાંચો - ખ્યાતિ કાંડમાં Shaktisinhની CBI તપાસની માગ

Tags :
Advertisement

.

×