BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના હસ્તે મોંઘીદાટ કાર લેતા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો Video વાઇરલ
- અરવલ્લી BZ Group Scam ને લઈ સૌથી મોટા સમાચાર
- ભૂપેન્દ્રસિંહ ઝાલા એજન્ટોને તગડું કમિશન આપતો હોવાનો ખુલાસો!
- અરવલ્લીનાં મેઘરજનાં એક શિક્ષકનો વીડિયો વાઇરલ થતાં ચકચાર
- ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં હસ્તે શિક્ષકને મોંઘીદાટ કારની ડિલિવરીનો વીડિયો વાઇરલ
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપની (BZ Group Scam) તપાસ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. BZ ગ્રૂપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Jhala) તેના એજન્ટોને તગડું કમિશન આપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. કારણ કે, અરવલ્લીનાં મેઘરજનાં એક શિક્ષકનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા શિક્ષકને મોંઘીદાટ કારની ડિલિવરી કરતા નજરે પડે છે. સૂત્રો અનુસાર, આ શિક્ષકે પડદા પાછળ BZ ગ્રૂપનો એજન્ટ બની લોકોને જાળમાં ફસાવી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.
આ પણ વાંચો - Banaskantha : વાવ વિધાનસભા પેટાચૂંટણી જીત્યા બાદ BJP નાં સ્વરૂપજી ઠાકોર આજે લેશે શપથ
ભૂપેન્દ્રસિંહ ઝાલાના હસ્તે કારની ડિલિવરી લેતા શિક્ષકનો Video વાઇરલ
અરવલ્લીનાં (Aravalli) BZ Group નાં રૂ. 6,000 કરોડ ના કૌભાંડ (BZ Group Scam) મામલે તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે હાલ પણ તપાસ ચાલી રહી છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. સૂત્રો મુજબ, આ વાઇરલ વીડિયો અરવલ્લી જિલ્લાનાં મેઘરજ તાલુકાની (Meghraj) એક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકનો છે, જે પડદા પાછળ BZ ગ્રૂપનો એજન્ટ બની લોકો પાસેથી કરોડોનું રોકાણ કરાવતો હતો. વાઇરલ વીડિયોમાં દેખાય છે કે, BZ Group ના ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના હસ્તે શિક્ષકને મોંઘીદાટ Mercedes ગાડીની ડિલિવરી કરાય છે. વીડિયોમાં અન્ય એજન્ટ મયુર દરજી (Mayur Darji) પણ શિક્ષકને શુભેચ્છા પાઠવતો નજરે પડે છે.
આ પણ વાંચો - Gandhinagar : ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે સન્માન
વીડિયોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા, મયુર દરજી શિક્ષકનું મોઢું મીઠું કરાવતા દેખાયા
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના (Bhupendrasinh Jhala) હાથે વૈભવી Mercedes કારની ડિલિવરી લેતાનો અરવલ્લી જિલ્લાના શિક્ષકનો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે. વાઇરલ વીડિયોમાં (Viral Video) ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા, એજન્ટ મયુર દરજી અને શિક્ષક એકબીજાને મોઢું મીઠું કરાવતા પણ જોવા મળે છે. સૂત્રોના અનુસાર, આ શિક્ષકે પડદા પાછળ રહી પોંઝી સ્કીમોમાં (Ponzi Schemes) રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવી કમિશન તરીકે Mercedes કાર વસાવી હતી. જો કે, આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Gandhinagar : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, આ મહત્ત્વનાં મુદ્દાઓની થશે સમીક્ષા