Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ Group Scam : લોકોના રૂપિયા પર તાગડધિન્ના કરતા ઠગ એજન્ટ મયુર દરજીનો Video Viral

BZ ગ્રૂપની પોંઝી સ્કીમોમાં લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવનાર એજન્ટો હાલ તો ઓફિસો બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
bz group scam   લોકોના રૂપિયા પર તાગડધિન્ના કરતા ઠગ એજન્ટ મયુર દરજીનો video viral
Advertisement
  1. BZ ગ્રૂપ કૌભાંડ મામલે ચોંકાવનારા સમાચાર
  2. માલપુરનાં એજન્ટ મયુર દરજીનો વધુ એક વીડિયો આવ્યો સામે
  3. લોકોના રૂપિયા પર તાગડધિન્ના કરતો વીડિયો વાઇરલ
  4. વિદેશમાં ફરવા ગયો તે સમયેનો વીડિયો સામે આવતા રોષ

રાજ્યમાં પોંઝી સ્કીમો થકી 6 હજાર કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરનાર અરવલ્લીનાં BZ ગ્રૂપનાં કેસમાં (BZ Group Scam) ઝડપાયેલા માલપુરનાં એજન્ટ મયુર દરજીનો વીડિયો (Mayur Darji Viral Video) સામે આવ્યો છે, જેમાં તે હોટેલના રૂમમાં પોતાનાં સાથીદારો સાથે ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયો મયુર દરજીના વિદેશ પ્રવાસનો હોવાનો કહેવાઈ રહ્યું છે. મયુર દરજીનો આ વીડિયો સામે આવતા રોકાણકારોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો - મોડાસામાં Bhupendrasinh Jhalaનું લાખોનું વૈભવી ફાર્મહાઉસ...

Advertisement

Advertisement

ઠગ એજન્ટ મયુર દરજીનો વીડિયો વાઇરલ

અરવલ્લી (Aravalli) જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતનાં અનેક વિસ્તારોમાંથી પણ BZ ગ્રૂપની પોંઝી સ્કીમોમાં (Ponzi Scheme) લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવનાર એજન્ટો હાલ તો ઓફિસો બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જો કે, આ કૌભાંડની (BZ Group Scam) તપાસમાં ગ્રૂપના એક એજન્ટ મયુર દરજીની (Mayur Darji) CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરાઈ હતી. મયુર દરજી સાથે સ્ટાફનાં અન્ય 6 લોકો પણ ઝડપાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ (CID Crime) દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન BZ ગ્રૂપનાં કૌભાંડનાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. દરમિયાન, આરોપી એજન્ટ મયુર દરજીનો એક વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો - Rajkot : સમાજની બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી કોણે આપી ? : દિનેશ બાંભણિયા

મયુર દરજીના વીડિયો સામે રોકાણકારોમાં રોષ

માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે જે BZ ગ્રૂપનાં એજન્ટ મયુર દરજીનો (Mayur Darji Viral Video) હોવાનું કહેવાઈ રહ્યુ છે. દાવો છે કે આ વીડિયો મયુર દરજીનાં વિદેશ પ્રવાસનો છે જ્યાં તે એક હોટેલમાં તેના અન્ય સાથીદારો સાથે રોકાયો હતો. આ વીડિયોમાં મયુર દરજી મિત્રો સાથે રૂમમાં બિન્દાસ ડાન્સ કરતા નજરે પડે છે. લોકોની મહેનતની કમાણી પર મયુર દરજી વિદેશમાં તાગડધિન્ના કરી ઐયાશી કરતો હોવાનો આરોપ રોકાણકારો કરી રહ્યા છે. મયુર દરજીનો આ વીડિયો સામે આવતા રોકાણકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અગાઉ પણ મોંઘી ગાડીઓ, લાખોનાં ડોલર સાથે રોફ મારતો Video વાઇરલ થયો હતો

જણાવી દઈએ કે, મયુર દરજીને BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Jhala) નજીકનો માનવામાં આવે છે. CID ક્રાઈમે દરોડા દરમિયાન મયુર દરજીની બે મોંઘીદાટ ગાડીઓ કબ્જે કરી હતી, જે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગિફ્ટમાં આપી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. રોકાણના કમિશન પેટે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મયુર દરજીને આ બંને ગાડીઓ ગિફ્ટમાં આપી હતી. નોંધનીય છે કે, આ પહેલા પણ એજન્ટ મયુર દરજીની (Mayur Darji) વૈભવી લાઈફ સ્ટાઈલનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં આરોપી એજન્ટ લક્ઝુરિયસ કારમાં BZ નું બોર્ડ લગાવી નજરે પડે છે.  ઉપરાંત, લાખોનાં ડોલર ગણી રોફ જમાવતો મયુર વીડિયોમાં દેખાય છે.

આ પણ વાંચો - Ponzi Scheme : કરોડો ખંખેરનાર ભૂપેન્દ્રના ઘેરથી લક્ઝ્યુરિયસ કાર્સ જપ્ત

Tags :
Advertisement

.

×