દુશ્મન દેશ જોડે તણાવ વચ્ચે CA ની પરીક્ષા મોકૂફ, વાંચો વિગતવાર
- દુશ્મન દેશ જોડે તણાવ વચ્ચે અનેક નિર્ણયો લેવા પડ્યા છે
- સીએના બાકીના પેપર્સને મોકુફ રાખવામાં આવ્યા
- નવા પેપર અંગે સ્થિતિ સામાન્ય થતા જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા
CA EXAM POSTPONE : હાલમાં ભારત અને દુશ્મનદેશ પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા (INDIA - PAKISTAN TENSION) સંબંધો ચાલી રહ્યા છે. જેને પગલે સીએની પરીક્ષાનો મોકુફ રાખવામાં આવી છે. 14, મે સુધીના તમામ પેપર્સને મુલતવી (CA EXAM POSTPONE) રાખવામાં આવ્યા છે. ત્યાર બાદ સંજોગો અનુસાર નવી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. અત્રે નોંધનીય છે કે, દુશ્મન દેશ જોડે તણાવને પગલે સમય અને સંજોગોને ધ્યાને રાખીને દેશભરમાં અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તે પૈકીનો આ એક છે. આ પરીક્ષાએ આજથી એટલે કે 9, મે થી 14 મે સુધીમાં તબક્કાવાર રીતે લેવાનાર હતી.
તે અંગે તાજેતરમાં જાહેરાત કરવામાં આવી
ICAI બોર્ડ દ્વારા સીએની વિવિધ પરીક્ષાઓ દેશભરમાં લેવામાં આવતી હોય છે. તાજેતરમાં બોર્ડ દ્વારા સીએ ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પીસીક્યૂની પરીક્ષાનું આયોજન કર્યું હતું. જો કે, તાજેતરમાં ભારત અને દુશ્મન દેશ પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા છે. જેને પગલે આ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અંગે તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે.
14, મે - 2025 સુધીના બાકીના પેપર્સને મોકુફ રાખવામાં આવ્યા
વર્તમાન સ્થિતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. 14, મે - 2025 સુધીના બાકીના પેપર્સને મોકુફ રાખવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતી પર કોઇ મોટી અપડેટ સામે આવે તે બાદ સીએની પરીક્ષા અંગે જાહેરાત થવાની શક્યતાઓ હાલ સેવાઇ રહી છે. તણાવની સ્થિતી એ હદે છે કે, ભારતના કેટલાક રાજ્યોમાં સીમા નજીકની શાળા-કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો -- ભારતીય રેલવે વિભાગ જમ્મુ અને ઉધમપુરથી દિલ્હી માટે વિશેષ ટ્રેન દોડાવશે


