કરોડોના ડ્રગ્સકાંડમાં ઇન્ફ્લુએન્સર Orry એન્ટિ-નાર્કોટિક્સ સેલ સમક્ષ હાજર થયો
- અઢીસો કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ કેસમાં ઓરી (Orhan Awatramani) સહિતના સેલિબ્રીટીનું નામ ખુલ્યું
- સિદ્ધાંત કપુર બાદ ઓરી નાર્કોટિક્સ ઓથોરીટી સમક્ષ હાજર થયો
- પ્રવેશ દ્વારા પાસે લોકો અને મીડિયાએ ઓરીને ઘેરી લીધો હતો
Orry Appear To AN Authority In Drugs Case : બોલીવુડના દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂરના પુત્ર અને શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરનું નામ રૂ 252 કરોડના ડ્રગ કેસમાં આવ્યું હતું, જેના પગલે તેમને પૂછપરછ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC) ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન, સોશિયલ મીડિયાના અતિ લોકપ્રિય વ્યક્તિ અને સ્ટાર કિડ્સના વારંવાર દેખાતા ઓરી (ઓરહાન અવત્રામણિ)નું પણ ડ્રગ કેસમાં નામ આપવામાં આવતા (Orry Appear To AN Authority In Drugs Case), તેને સમન્સ પાઠવવામાં આવ્યા હતો. જે બાદ ઓરી આજે પૂછપરછ માટે ANC ઓફિસમાં પહોંચ્યો હતો.
#WATCH | Mumbai, Maharashtra | Social media influencer Orry (Orhan Awatramani), the Anti-Narcotics Cell’s Ghatkopar unit, as he had been summoned by the Mumbai Police in connection with the Rs 252-crore drugs case pic.twitter.com/9yXr1HxFz9
— ANI (@ANI) November 26, 2025
સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યો
ગઈકાલે, સિદ્ધાંત કપૂરની એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમને વિવિધ પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. ઓરીની પૂછપરછ મોડી સાંજ સુધી ચાલુ રહી હોવાનું જાણવા મળ્યું છે (Orry Appear To AN Authority In Drugs Case). દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ANC ઓફિસમાં પ્રવેશતો જોવા મળે છે, પરંતુ પ્રક્રિયા દરમિયાન તેમને ભારે ધક્કામુક્કીનો સામનો કરવો પડ્યો હતો.
ઓરીએ ભારે ભીડનો સામનો કરવો પડ્યો
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં, ઓરી ANC ઓફિસમાં પ્રવેશવા માટે મથામણ કરતો જોવા મળે છે (Orry Appear To AN Authority In Drugs Case). જો કે, તેમની આસપાસ લોકોનું મોટું ટોળું એકઠું થયું હતુ, અને મીડિયા કર્મચારીઓ પણ તેમની સાથે વાત કરવા માટે હાજર હતા, મીડિયાએ ઓરી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કંઈ બોલ્યા વિના ઓફિસની અંદર જતો રહ્યો હતો. ઓરી પાપારાઝીઓની ધક્કામુક્કી અને દખલઅંદાજીથી થોડો પરેશાન દેખાયો હતો.
આ લોકોએ ઓરીનું નામ આપ્યું
નોંધનીય છે કે, ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલા અને તેના પુત્ર તાહિર ડોલાના બે નજીકના સહયોગીઓ સલીમ શેખ અને મોહમ્મદ સુહેલને અબુ ધાબીથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા, અને દુબઈ થઈને ભારત લાવવામાં આવ્યા હતા, તેમણે આ કેસમાં ઓરીનું નામ આપ્યું હતું (Orry Appear To AN Authority In Drugs Case). બંનેએ દાવો કર્યો હતો કે, ઓરી વારંવાર દુબઈ અને અબુ ધાબીમાં ડ્રગ અને રેવ પાર્ટીઓમાં હાજરી આપતા હતા.
આ પણ વાંચો ------- અભિનેત્રી સેલિના જેટલીએ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો, ભરણપોષણ પેટે રૂ. 50 કરોડ માંગ્યા


