Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરોડોના રોકાણની વાતો કરી વિધવા મહિલાનો આર્થિક-શારીરિક ગેરફાયદો ઉઠાવનાર ઠગ ઝડપાયો

લગ્નની લાલચ અને કરોડોના રોકાણની વાતોમાં આવી ગયેલી એક વિધવા મહિલા સાથે દુષ્કર્મ અને છેતરપિંડી આચરનારા એક ઠગને અમદાવાદ પોલીસે (Ahmedabad Police) સુરતથી પકડ્યો છે. માતાએ પુત્રોને પિતા મળી જાય તેવી આશાએ મેટ્રીમોની સાઈટ (Matrimony Site) પરથી સંપર્કમાં આવેલા એક...
કરોડોના રોકાણની વાતો કરી વિધવા મહિલાનો આર્થિક શારીરિક ગેરફાયદો ઉઠાવનાર ઠગ ઝડપાયો
Advertisement

લગ્નની લાલચ અને કરોડોના રોકાણની વાતોમાં આવી ગયેલી એક વિધવા મહિલા સાથે દુષ્કર્મ અને છેતરપિંડી આચરનારા એક ઠગને અમદાવાદ પોલીસે (Ahmedabad Police) સુરતથી પકડ્યો છે. માતાએ પુત્રોને પિતા મળી જાય તેવી આશાએ મેટ્રીમોની સાઈટ (Matrimony Site) પરથી સંપર્કમાં આવેલા એક શખ્સ પર ભારોભાર વિશ્વાસ મુકી દીધો. મેટ્રીમોની સાઈટ તેમજ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સંપર્કમાં આવેલા ઠગો મહિલાઓ/યુવતીઓ સાથે જાતભાતની છેતરપિંડી કરી હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે, પરંતુ લાલચ અને અજાણ્યા પર વિશ્વાસ કેવું પરિણામ લાવે છે તેની કોઈને કલ્પના નથી હોતી.

Advertisement

વિધવા મહિલા પતિ શોધતી હતી, મળ્યો ઠગ

દક્ષિણ અમદાવાદ (South Ahmedabad) માં બે પુત્રો સાથે રહેતી વિધવા મહિલાએ નવો ઘર સંસાર માંડવા મેટ્રીમોની સાઈટ પર નોંધણી કરાવી હતી. Matrimony Site થકી થોડા દિવસો અગાઉ મુંબઈનો આર્યન સુરેશભાઈ પટેલ નામનો એક શખ્સ સંપર્કમાં આવ્યો હતો. આર્યન પટેલે મહિલાને એક વખત હૉટલમાં મળવા માટે પણ ઑફર કરતા તેણીએ તે ઠુકરાવી દીધી હતી. બાદમાં અમદાવાદ ખાતે માતાની હાજરીમાં આર્યન પટેલને મળવાનું મહિલાએ કહેતા તે આવી પહોંચ્યો હતો. આર્યન પટેલે (Aryan Patel) પોતે કરોડપતિ હોવાનો ડોળ કરી ગાંધીનગર ખાતે 7 કરોડનો વીલા બુક કરાવવા 50 લાખનો ચેક આપ્યો. મહિલાના પુત્રો માટે થાર બુક કરાવી તેમજ ટુ વ્હીલરનો શો-રૂમ ખોલી આપવા માટે ભાડાની દુકાન જોઈ. કરોડો રૂપિયાના રોકાણની વાતો સાંભળીને મહિલા આર્યનના વિશ્વાસમાં આવી ગઈ અને પોતાનું સર્વસ્વ તેને સોંપી દીધું. અહીં દર્શાવેલી ઘટના માત્ર અમદાવાદ શહેર (Ahmedabad City) માં જ બની છે તેવું નથી. ભૂતકાળમાં પણ આવા અનેક ઠગાઈ અને દુષ્કર્મના બનાવો પોલીસ ચોપડે દેશભરમાં નોંધાયેલા છે.

Advertisement

આર્યનને પૈસા પડાવવા શું બહાનું કાઢ્યું ?

Gujarat First સાથેની વાતચીતમાં એસીપી પ્રદિપસિંહ જી. જાડેજા (P G Jadeja ACP) એ જણાવ્યું કે, કરોડોના રોકાણની વાતો કરી આર્યને ચાલાકીપૂર્વક મહિલાને છેતરી હતી. આર્યનના પ્રભાવમાં આવી ગયેલી મહિલા પાસે આરોપીએ 10 લાખ રૂપિયા રોકડાની માગ કરી હતી. રૂપિયાની તાત્કાલિક જરૂરિયાત છે અને બેંકમાંથી રોકડ ઉપાડીશ તો ઈન્કમટેક્સ વિભાગની નોટિસ આવશે તેવી વાર્તા ઘડી કાઢી હતી. આર્યનની વાત પર ભારોભાર વિશ્વાસ મુકનારી મહિલાએ FD બેંકમાંથી તોડાવી 4 લાખ રોકડા અને પોતાના સોનાના ઘરેણા મળીને કુલ કિંમત 6.80 લાખ આપ્યા હતા. રોકડ અને ઘરેણા આવતાની સાથે જ આર્યન ફરાર થઈ ગયો હતો.

ઠગ આર્યન 6 વર્ષથી વધુ જેલવાસ ભોગવી ચૂક્યો છે

મૂળ પોરબંદરના બોખીરીયા ગામના આર્યન પટેલે બીએસસી માઇક્રો બાયોલોજી સુધીનો અભ્યાસ કર્યો છે. ઈંગ્લેન્ડ ખાતે MBA in Finance કર્યા બાદ નો અભ્યાસ કરી ચુક્યા બાદ લંડનમાં Barclays માં નોકરી લાગ્યો હતો. વર્ષ 2014માં આર્યન પટેલ ભારત પરત ફર્યો હતો. 11 વર્ષમાં આર્યન સામે મુંબઈ અને ગુજરાતમાં અડધો ડઝન પોલીસ કેસ નોંધાઈ ચૂક્યાં છે. છ પૈકી પાંચ કેસમાં આર્યન પટેલે ઠગાઈ આચરી છે. વર્ષ 2014માં Mumbai ના બોરીવલી પોલીસ સ્ટેશનમાં 2.50 કરોડની છેતરપિંડીના બે કેસમાં ત્રણ વર્ષનો જેલવાસ આર્યન ભોગવી ચૂક્યો છે. સુરતના ઉમરા પોલીસ સ્ટેશન (Umra Police Station) માં વર્ષ 2019 અને 2022માં નોંધાયેલા લૂંટ, અપહરણ તેમજ ઠગાઈના ગુનામાં આરોપીએ ત્રણેક વર્ષ જેલ ભોગવી છે.

Tags :
Advertisement

.

×