Chhota Udepur : સિવિલ હોસ્પિટલમાં 'પશુઓ'નું સામ્રાજ્ય! શ્વાન બાદ ગાયનાં આંટાફેરા, દર્દીઓની સુરક્ષા સામે સવાલ
- છોટાઉદેપુર સિવિલમાં તંત્રની લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો! (Chhota Udepur)
- સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં બદલે પશુઓ ફરતા દેખાયા!
- સિવિલનાં વોર્ડ રૂમની બહાર જ ગાય કરી રહી છે આંટાફેરા, વીડિયો વાઇરલ
- લેબ રૂમ અને બ્લડ સ્ટોરેજ રૂમ પાસે ગાયનાં આંટાફેરા
Chhota Udepur : છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં તંત્રની લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં બદલે પશુઓ ફરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલનાં વોર્ડ રૂમની બહાર એક ગાય આંટાફેરા મારતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. અગાઉ આ જ હોસ્પિટલમાં શ્વાનનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારે હવે હોસ્પિટલમાં (Chhota Udepur Civil Hospital) ગાયનો વીડિયો સામે આવતા હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી અને દર્દીઓની સુરક્ષાને લઈ પ્રશ્નો ઊભા થયા છે.
આ પણ વાંચો - અંબાજીમાં ગૌ આંદોલન; લોકોએ કહ્યું- યોગ્ય નિર્ણય લો નહીં તો અંબાજી બંધ રહેશે
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં બદલે પશુઓ ફરતા દેખાયા!
છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ (Chhota Udepur Civil Hospital) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અગાઉ શ્વાનનાં વીડિયો સામે આવ્યા બાદ હવે હોસ્પિટલમાં ગાયનાં આંટાફેરાનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં (Viral Video) એક ગાય હોસ્પિટલનાં વોર્ડ રૂમની બહાર ઊભી દેખાય છે. ગાય લેબ રૂમ અને બ્લડ સ્ટોરેજ રૂમ પાસે આંટાફેરા મારતા નજરે પડે છે. આ વીડિયો સામે આવતા હોસ્પિટલ તંત્રની કામગીરી સામે લોકો સવાલ કરી રહ્યા છે કે....
- કેમ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કોઈ સુરક્ષાકર્મી નથી?
- લેબ રૂમ અને બ્લડ સ્ટોરેજ રૂમ પાસે પશુઓનો જમાવડો તો દર્દી ક્યા જશે ?
- હોસ્પિટલ તંત્ર નિંદ્રાધિન કે પછી આંખ આડે કાન ?
- જિલ્લા હોસ્પિટલની આવી હાલત છે તો અંતરિયાળ વિસ્તારમાં શું સ્થિતિ હશે ?
આ પણ વાંચો - Amreli : બાળસિંહનાં મોત મામલે MLA હીરા સોલંકીનું મોટું નિવેદન! કહ્યું-સરકાર ખૂબ જ ચિંતિત..!
નોંધનીય છે કે, આ પહેલા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં શ્વાન ફરતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા હોસ્પિટલ તંત્ર સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. દર્દીનાં સગાઓએ હોસ્પિટલમાં પશુઓનાં આંટાફેરાથી સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે હોસ્પિટલમાં પશુનો વધુ એક વીડિયો સામે આવતા હોસ્પિટલ તંત્રની બેદરકારી છતી થઈ છે. આ મામલે સંબંધિત ઉચ્ચ અધિકારી કે વિભાગ જલદી કડક કાર્યવાહી કરે તેવી માગ લોકોએ ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદીઓની સુવિધામાં થશે વધારો, 8 કરોડનાં ખર્ચે 4 ડબલ ડેકર બસ ખરીદાશે


