Chhota Udepur: ખેડૂતો ભૂખ્યા-તરસ્યા ખાતર લેવા રાત્રિથી લાંબી કતારોમાં લાગ્યા!
- Chhota Udepur માં ખાતરની ગંભીર અછત
- ખાતરના ડેપો પર મોડી રાતથી ખેડૂતોની લાંબી કતારો
- પૂરતા જથ્થાના અભાવે ખેડૂતોમાં નારાજગી
- 44 ગામના ખેડૂતોની માંગ સામે પૂરતો જથ્થો આવ્યો નથી
- શિયાળુ પાક બચાવવા ખાતરની પૂરતી વ્યવસ્થા કરવાવા માંગ
Chhota Udepur Fertilizer Shortage:જિલ્લામાં ખાતર(fertilizer)ની ભારે અછત સર્જાતા ખેડૂતો લાંબી કતારોમાં ઊભા છે. પૂરતો જથ્થો ન આવતા ખેડૂતો(Farmers)માં આક્રોશ છે, જ્યાં રાત્રિથી ઊભેલા લોકો ધક્કામુક્કી પર ઉતરી આવ્યા છે. મેનેજરના કહેવા મુજબ 44 ગામના ખેડૂતો સામે પૂરતું ખાતર નથી. ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ શિયાળુ પાક બચાવવા ખેડૂતો ખાતરની પૂરતી માંગ કરી રહ્યા છે.
ભૂખ્યા-તરસ્યા ઉભા રહી ખેડૂતો ખાતર લેવા મજબૂર
ખાતર મેળવવા માટે મોડી રાત્રિ ના સમય થી ખેડૂતો ખાતર મેળવવા માટે લાંબી લાઇનોમાં તો લાગી ગયા છે. પરંતુ જે ખેડૂતો ખાતર લેવા આવ્યા છે તેટલા પ્રમાણ માં ખાતર આવ્યું નથી. ખાતર ડેપો ઉપર ખેડૂતો ખાતર મેળવવા માટે લાઈનો તોડી હવે ધક્કા મુક્કી પર પણ આવી ગયા છે. મોડી રાત્રિથી ભૂખ્યા તરસ્યા ઊભેલા કેટલાક ખેડૂતોને ખાતર મળ્યું છે તો કેટલાક લોકો તેમને ખાતર મળે તેવી આશા સાથે લાઇનો માં ઊભા છે .પરંતુ હકીકત માં જેટલા લોકો લાઇનો માં ઊભા છે
ખાતરની તાતી જરૂરિયાત
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈ ડાંગર ની ખેતી કરતા ખેડૂતો ને ભારે નુકશાની વેઠવા ના વારો આવ્યો જે નુકશાનીનું વળતલ પણ મળ્યું નથી તેવું ખેડૂતો નું પણ કહેવું છે . આર્થિક મુશ્કેલી માં મૂકાયેલા ખેડૂતો હવે જ્યારે મકાઈની ખેતી નું વાવેતર કર્યું છે ત્યારે ખાતરની તાતી જરૂરિયાત ઉભી થઈ છે .ત્યારે પડતા પર પાટુ સમાન ખેડૂતો ને ખાતર મળી નથી રહ્યું.
'ખાતર પૂરતા પ્રમાણ માં આવ્યું નથી'
છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામે ખાતર આવ્યું હોવાની જાણ ખેડૂતોને થતા જ ખાતર મેળવવા માટે દોડી તો આવ્યા છે પણ તમામ ને ખાતર નહીં મળે તે વાસ્તવિકતા છે. મેનેજરનું પણ કહેવું છે કે ખાતર પૂરતા પ્રમાણમાં આવ્યું નથી. સરકાર માં તેમને એડવાન્સ પૈસા પણ જમા કરાવ્યા છે પરંતુ ખાતર પૂરતા પ્રમાણ માં મોકલવા માં આવતું નથી. મેનેજરે પણ સરકાર માં જાણ કરી છે . લગભગ 44 ગામ ના ખેડૂતો ખાતર લેવા આવ્યા છે પરંતુ તમામ ખેડૂતો ને ખાતર નહીં મળવા ની વાત પણ મેનેજર જણાવી રહ્યા છે. એક ગાડી ખાતર આવે છે ત્યાર બાદ 15 દિવસ પછી બીજી ગાડી આ સ્થિતિ માં ખેડૂત ની દશા દયનીય બને છે.
ખાતર નહીં મળતા નારાજગી
જેમણે ખાતર મળ્યું તેમના માટે ખુશી છે તો બીજી બાજુ જેમણે ખાતર નહીં મળતા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લાઇનો માં ઊભા થેલા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ગમે તેમ કરી ને જે ખાતર ની સમસ્યા ઊભી થઈ છે તેનું નિવારણ લાવવા માં આવે . ચોમાસા ની ખેતી માં નુકશાની વેઠેલા ખેડૂતો નું કહેવું છે કે જો તેમને ખાતર નહીં મળે તો તેમનો શિયાળુ પાક પણ બરબાદ થશે .
વિલા મોઢે પોતાના ઘરે પાછા જવાનો વારો
હાલ તો ખેડૂતો ખુબ મોટી સંખ્યામાં ખાતર મેળવવા લાઇનો માં ઊભા તો છે .જે જથ્થો આવ્યો છે તેમાંથી કેટલાક ને ખાતર મળશે તો કેટલાક ખેડૂતો ને ખાતર નહીં મળતા વિલા મોઢે પોતાના ઘરે પાછા જવાનો વારો ચોક્ક્સ આવશે તે હકીકત છે . આ સ્થિતિ વારંવાર સર્જાય છે ત્યારે સરકાર ખાતર ની પૂરતા કરે તે ખેડૂતો ની માંગ છે.
અહેવાલઃ સલમાન મેમણ
આ પણ વાંચોઃChhota Udepur: Ambulance માં દર્દીને બદલે દારુ, આ રીતે થયો ફર્દાફાશ!
આ પણ વાંચોઃChhota Udepur: MGVCLના વીજ ચેકિંગથી ખળભળાટ, 74 વીજ ચોરો ઝડપાયા, આટલો ફટકાર્યો દંડ!


