Chhota Udepur: વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવતા શાળાના આચાર્યને મળી સજા!
- આચાર્યની બદલી માટેના જરૂરી દિશા નિર્દેશ અપાયા
- વાયરલ વીડિયો બાદ ગ્રામજનો રોષે ભરાયા હતા
- ગ્રામજનો દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાની તરગોળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાના મામલે શાળાના આચાર્ય પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો છે અને અન્ય શિક્ષકને સોંપવાના આદેશ કરાયા છે. આ સાથે હાલ શાળાના આચાર્ય વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કામ કરશે. છોટાઉદેપુર જિલ્લાની તરગોળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાના થયેલા વાયરલ વીડિયો બાદ મામલો ગરમાયો હતો.
વાયરલ વીડિયો બાદ ગ્રામજનો રોષે ભરાયા હતા
વાયરલ વીડિયો બાદ ગ્રામજનો રોષે ભરાયા હતા. સોમવારે શાળાને તાળાબંધી કરી આચાર્યની બદલી કરોની માંગ બુલંદ કરવામાં આવી હતી. સદર મામલે તપાસમાં આવેલા અધિકારી સામે પણ ગ્રામજનો દ્વારા ધારદાર રજૂઆતો કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલી તરગોળ પ્રાથમિક શાળામાં ત્રણ દિવસ અગાઉ શાળા સંકુલમાં વિદ્યાર્થીઓ ટાઇલ્સ ઉચકતા અને રેતી તગારામાં ભરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચારે કોર ચકચાર મચી જવા પામી હતી. તે અંગેની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને થતા તપાસમાં આદેશો પણ અપાયા હતા. તેવામાં સોમવારે ગ્રામજનો દ્વારા આ મામલે પોતાનો રોષ વ્યક્ત કરી શાળાને તાળાબંધી કરવામાં આવી હતી અને આચાર્યની બદલી કરોની બુલંદ માંગ કરવામાં આવી હતી. સદર મામલાની તપાસે પહોંચેલા તપાસ અધિકારી પણ એક વખત તો સલવાયા હતા. તેમજ મામલો થાળે પાડવાના પ્રયત્ન કરાયા હતા. પરંતુ તેમની સામે પણ ગ્રામજનો દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી.
આચાર્યની બદલી માટેના જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવશે
શિક્ષણના ધામમાં બાળકોના હાથમાં પેન અને પુસ્તકની જગ્યાએ પાવડા તગારા કોણે આપી દિધા તેવા સવાલો વાલી આલમમાં ગુંજી ઉઠ્યા હતા અને આખરે ગ્રામજનો દ્વારા શાળાબંધી કરવાની નોબત આવી હતી. કહેવાય છે કે આ શાળામાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવતા અનેક બાળકો ઉઠાવી લેવામાં આવી આવ્યા હોવાનું પણ જાણવા મળી આવ્યું હતું. ત્યારે બાળકોને અભ્યાસ માટે મોકલતા વાલીઓમાં શાળા સંકુલમાં આવી પ્રવૃત્તિઓને લઇ નારાજગી વર્તાઈ રહી રહી છે. મામલાની ગંભીરતા જોતા તેમજ તપાસ સમિતિના અહેવાલ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સદર આચાર્ય પાસેથી શાળાનો તમામ ચાર્જ લઈ અન્ય શિક્ષકને સોંપવા માટેના આદેશ કરાયા છે. અને આચાર્યની બદલી માટેના જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવશે તેવું જણાવી રહ્યા છે. જોકે વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રામજનો દ્વારા સદર આચાર્યની બદલીની માંગ ઉપર અડગ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું સદર શાળાના તાળા ક્યારે ખુલશે....?
અહેવાલ: તોફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો: Amreli: લેટર કાંડમાં હાઇવોલ્ટેજ ડ્રામા, પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે!


