Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ChhotaUdepur ઘટના : હોઝમાં ડુબાડી દીકરીને મારી, માએ લીમડે ફાંસો ખાધો

ChhotaUdepur જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામમાં ગઈકાલે સવારે થયેલી હૃદયદ્રાવક ઘટનામાં એક મહિલાએ પોતાની 8 મહિનાની દીકરીને પાણીના હોઝમાં ડુબાડીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાની જાતને લીમડાના ઝાડ પર દોરડાનો ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાના પિતાના વિરોધ અને પરત લઈ જવાના ડરથી તેણે આ દર્દનાક પગલું ભર્યું હતું. ઘટના ગઈકાલે સવારે આશરે 9-10 વાગ્યા વચ્ચે બની હોવાની માહિતી સામે આવી રહી છે.
chhotaudepur ઘટના   હોઝમાં ડુબાડી દીકરીને મારી  માએ લીમડે ફાંસો ખાધો
Advertisement
  • ChhotaUdepur માં મા-દીકરીનું આપઘાત : પ્રેમ લગ્નના વિરોધથી ડરી આ પગલું
  • 8 મહિનાની બાળકીને મારી માએ ગળેફાંસો ખાધો – પીપળસટ ગામમાં શોક
  • સંખેડા : પતિને બજારે મોકલી મહિલાએ કર્યું દર્દનાક આપઘાત
  • પિતાના ડરથી માનસિક તણાવ : છોટાઉદેપુરમાં મા-દીકરીનું મોત

સંખેડા : છોટાઉદેપુર જિલ્લાના  (ChhotaUdepur) સંખેડા તાલુકાના પીપળસટ ગામમાં ગઈકાલે સવારે થયેલી હૃદયદ્રાવક ઘટનામાં એક મહિલાએ પોતાની 8 મહિનાની દીકરીને પાણીના હોઝમાં ડુબાડીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાની જાતને લીમડાના ઝાડ પર દોરડાનો ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાના પિતાના વિરોધ અને પરત લઈ જવાના ડરથી તેણે આ દર્દનાક પગલું ભર્યું હતું.

ઘટના ગઈકાલે સવારે આશરે 9-10 વાગ્યા વચ્ચે બની હોવાની માહિતી સામે આવી રહી છે. મહિલાએ પોતાના પતિને દીકરી માટે દૂધ અને બિસ્કિટ લાવવા બજારે મોકલ્યા પછી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પતિ ઘરે પરત ફર્યા ત્યારે તેમણે ઘરમાં પાણીના હોઝમાં તરતી રહેલી દીકરીના મૃતદેહ દેખ્યો અને ઘરની બહાર લીમડાના ઝાડ પર લટકતી પત્નીની લાશ જોઈને ડંઘાઈ ગયો હતો.

Advertisement

Advertisement

સંખેડા પોલીસના પીએસઆઈએ જણાવ્યું, "ઘટનાસ્થળે પહોંચીને અમે પંચનામું કર્યું અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મહિલાના પ્રેમ લગ્ન અને પરિવારના વિરોધને કારણે માનસિક તણાવ વધ્યું હોવાનું લાગે છે."

આ ઘટનાએ સ્થાનિક વાસીઓમાં શોકની લહેર પસરી ગઈ છે. પોલીસે પરિવારજનોની પૂછપરછ લઈને કેસને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવી ઘટનાઓથી માનસિક આરોગ્ય અને પરિવારી વિરોધના મુદ્દા પર સમાજમાં જાગૃતિની જરૂર છે. તેવામાં મહિલાની આત્મહત્યાને લઈને પોલીસ આગળની તપાસ હાથ ધરી શકે છે. કેમ કે પ્રેમ લગ્ન કરીને રહેતી મહિલાને કોઈ જ સમસ્યા ન હોવા છતાં માત્ર પિતા લેવા આવવાના હોવાથી આત્મહત્યા કરી લે તેવું કારણ પોલીસને ગળે ઉતરી રહ્યું નથી.

તો અન્ય પણ અનેક કારણોને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાની માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો-Morbi માં પાણીની માંગને લઈ ઢોલ નગારા અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન

Tags :
Advertisement

.

×