Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોણ બનશે Maharashtra ના CM? જંગી જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું...

Maharashtra માં BJP ને મળી શાનદાર જીત દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ સંબોધી મોદીજીના નારાનું પુનરાવર્તન થયું - દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર (Maharashtra)માં જીતની હેટ્રિક ફટકાર્યા બાદ મહાયુતિનો ઉત્સાહ ચરમસીમાએ છે. રાજ્યની 288 બેઠકોમાંથી 220 થી વધુ બેઠકો જીતી રહેલી મહાયુતિ...
કોણ બનશે maharashtra ના cm  જંગી જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
Advertisement
  1. Maharashtra માં BJP ને મળી શાનદાર જીત
  2. દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ સંબોધી
  3. મોદીજીના નારાનું પુનરાવર્તન થયું - દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર (Maharashtra)માં જીતની હેટ્રિક ફટકાર્યા બાદ મહાયુતિનો ઉત્સાહ ચરમસીમાએ છે. રાજ્યની 288 બેઠકોમાંથી 220 થી વધુ બેઠકો જીતી રહેલી મહાયુતિ મહારાષ્ટ્ર (Maharashtra)માં ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. જંગી બહુમતી બાદ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેણે જીત અંગે ખુલીને ચર્ચા કરી હતી.

મોદીજીના નારાનું પુનરાવર્તન થયું...

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આજની જીતે સ્પષ્ટ કરી દીધું છે કે આખું રાજ્ય મોદીજીના નારા સાથે છે, 'જો એક છીએ તો સેફ છીએ'. હું દરેકનો ખાસ કરીને મારી વ્હાલી બહેન, વ્હાલા ભાઈ અને વ્હલા ખેડૂતોનો આભાર વ્યક્ત કરવા મંગુ છું. મહારાષ્ટ્ર (Maharashtra)ની જનતાએ અમને જે પ્રકારની અણધારી જીત આપી છે તે સ્પષ્ટ કરે છે કે મહારાષ્ટ્ર (Maharashtra) PM નરેન્દ્ર મોદીજીની પાછળ છે. મોદીજીના નારાને વાસ્તવિકતામાં લાવીને મહારાષ્ટ્ર (Maharashtra)ના તમામ વર્ગના લોકોએ એકતા બતાવી છે અને રાજ્યમાં મતદાન કર્યું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Fadnavisની વાતચીતનો એ વીડિયો વાયરલ જે સાંભળ્યા પછી લોકો કહે છે....

CM એકનાથ શિંદે- ફડણવીસનો આભાર...

સંતો અને ઋષિઓનો ઉલ્લેખ કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્ર (Maharashtra)માં આપણને સંતોની પરંપરાને અનુસરતા વિવિધ સંપ્રદાયોના સંતો અને ઋષિઓના આશીર્વાદ મળ્યા છે. 'જો આપણે સાથે રહીશું તો સુરક્ષિત રહીશું'નું સૂત્ર તેમણે ગામના દરેક ઘર સુધી પહોંચાડ્યું. CM એકનાથ શિંદે અને નાયબ CM અજિત પવાર સહિત તમામ પક્ષોએ સાથે મળીને આ જીત હાંસલ કરી છે. આ જીત મહાયુતિની છે.

આ પણ વાંચો : Jharkhand બાદ આ રાજ્યમાં પણ BJP+ ને મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી

CM પદ પર તોડ્યું મૌન...

મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મુદ્દા પર બોલતા તેમણે કહ્યું કે, મહાયુતિના ત્રણ મુખ્ય પક્ષો ભાજપ, અજિત પવારની એનસીપી અને એકનાથ શિંદેની શિવસેના સાથે મળીને આ મુદ્દે ચર્ચા કરશે. CM પદને લઈને મહાયુતિમાં કોઈ વિવાદ નથી. તેના પર ચર્ચા કર્યા બાદ નિર્ણય કરીશું. શિવસેના અને એનસીપી વચ્ચેના ભાગલા અંગે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જનતાએ પોતાનો નિર્ણય આપી દીધો છે. શિવસેનાને એકનત શિંદે અને એનસીપીને અજિત પવાર મળ્યા છે. જનતાએ પણ આને મંજૂરી આપી છે.

આ પણ વાંચો : Maharashtra : અણુશક્તિનગરમાં પતિ ફહાદ અહેમદની હાર થતાં સ્વરા ભાસ્કર ગુસ્સામાં

Tags :
Advertisement

.

×