CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રીએ નિહાળી 'The Sabarmati Report', એકતા કપૂર અને અભિનેતા જિતેન્દ્ર રહ્યા હાજર
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી 'ધ સાબરમતી રિપોર્ટ" ફિલ્મ
- ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પદાધિકારીઓએ સાથે નિહાળી ફિલ્મ
- સિટી ગોલ્ડ સિનેમા ખાતે નિહાળી 'ધ સાબરમતી રિપોર્ટ" ફિલ્મ
- પ્રોડ્યુસર એકતા કપૂર અને અભિનેતા જિતેન્દ્ર કપૂર રહ્યા હાજર
- PM મોદી-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફિલ્મની કરી ચૂક્યા છે સરાહના
The Sabarmati Report: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM BhupendraPatel)અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(HarshSanghvi)એ પણ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલમ નિહાળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીઢ અભિનેતા જિતેન્દ્ર (JitendraKapoo)અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી હતી.આ અવસરે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, દિનેશ કુશવાહા, જિતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી રત્નાકર જી, એએમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
CM Bhupendra Patel એ નિહાળી 'The Sabarmati Report’ ફિલ્મ
ગૃહરાજ્યમંત્રી Harsh Sanghvi સહિત પદાધિકારીઓએ સાથે નિહાળી ફિલ્મ
સિટી ગોલ્ડ સિનેમા ખાતે નિહાળી 'ધ સાબરમતી રિપોર્ટ" ફિલ્મ@CMOGuj @sanghaviharsh @ranjanchandel @EktaaRKapoor #TheSabarmatiReport #CM #BhupendraPatel… pic.twitter.com/snl4zSaiQH— Gujarat First (@GujaratFirst) November 20, 2024
આ ફિલ્મની પ્રશંસા કરી
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી.આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PMModi), કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે.
PM મોદી-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફિલ્મની કરી ચૂક્યા છે સરાહના
આ માહિતી મુજબ, અમિત શાહ, જેમણે અમદાવાદમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે પોતાની ભૂમિકા અદા કરી છે, હાલમાં ગુજારતમાં બનેલી કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ પર આધારિત એક ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે. આ ફિલ્મ તે સત્યને રજૂ કરતી છે જે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ખોટી રીતે પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
અભિનેતા જીતેન્દ્ર શું કહ્યું
જીતેન્દ્ર કપૂર એ એક અભિનેતા તરીકે પોતાની ભૂમિકા પર વાત કરતાં કહ્યું છે કે, "હું અહીં મારી દીકરીના કહેવા પર આવ્યો છું. મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, પરંતુ આ ફિલ્મ વિશે ઘણા વિશેષ તારણો અને ચર્ચાઓ સાંભળ્યા છે. જે સરકાર સાચું છે, તે જ કરે છે. આ ફિલ્મનો ઉદ્દેશ એ છે કે જે વાતો લોકો સુધી પહોચવી જોઈએ, તે લોકો સુધી પોહચાવવી. મારી દીકરીએ જે મહેનત કરી છે, તેની પ્રશંસા કરવી જોઈએ. તેટલું જ કહું છું."તેના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, તેમણે આ ફિલ્મને ન જોવાનું હોવા છતાં, તે પોતાની દીકરીની મહેનત અને કામનો સન્માન કરતા છે, અને ફિલ્મનો ઉદ્દેશ સત્યને લોકો સુધી પહોંચાડવાનો છે.


