Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CM bhupendra patel આજે રાજકોટની મુલાકાતે, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM bhupendra patel) આજે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની (Rajkot) મુલાકાતે છે. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી રાજકોટવાસીઓને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે.અહીં તેઓ વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.રાજકોટમાં મુખ્યમંત્રી મનપાના (RMC) 552.50 કરોડના 49 કામનાં ખાતમુહૂર્ત કરશે.જે બાદ મનપા શહેર વિકાસ યાત્રા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે.
cm bhupendra patel આજે રાજકોટની મુલાકાતે  કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ
Advertisement
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM bhupendra patel) આજે રાજકોટની મુલાકાતે
  • રાજકોટવાસીઓને કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ
  • વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
  • મનપાના 552.50 કરોડના 49 કામનાં ખાતમુહૂર્ત કરશે
  • મનપા શહેર વિકાસ યાત્રા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે
  • શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે એકઝીબીશન નિહાળશે

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM bhupendra patel) આજે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની મુલાકાતે છે. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી રાજકોટવાસીઓને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે.અહીં તેઓ વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

CM bhupendra patel in Rajkot- Gujarat first 2

Advertisement

CM bhupendra patel આજે રાજકોટની મુલાકાતે

મળતી માહિતી મુજબ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM bhupendra patel) રાજકોટની મુલાકાતે છે ત્યારે આજે તેઓ અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે નિકળી સવારના 10 કલાકે હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી પહોંચશે.જ્યાં તેમનું સ્વાગત કર્યા બાદ સીધા ગ્રેટર ચેમ્બર ઓફ રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે. આત્મીય કોલેજના ઓડીટોરીયમમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રેટર ચેમ્બરના ભવનનું ભૂમિપૂજન, ધનસુખભાઈ વોરાનું સન્માન અને ઈન્ડસ્ટ્રીઝની ડીરેકટરીનું વિમોચન કરશે. જે બાદ તેઓ શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્સ ખાતે આયોજીત એકઝીબીશન નિહાળશે.

Advertisement

CM bhupendra patel in Rajkot- Gujarat first 2

મનપા શહેર વિકાસ યાત્રા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે

રાજકોટમાં મુખ્યમંત્રી મનપાના 552.50 કરોડના 49 કામનાં ખાતમુહૂર્ત કરશે. આ સાથે 22.57 કરોડના 6 કામનાં લોકાર્પણ કરવામાં આવશે.જે બાદ મનપા શહેર વિકાસ યાત્રા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે. અહી વર્કિંગ વુમનોને રહેવા માટે હોસ્ટેલ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : ફરજ પર તણાવ! ઝાલોદના BLO ની તબિયત લથડી, હોસ્પિટલમાં ખસેડાયા

Tags :
Advertisement

.

×