Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી

આજથી નવું વર્ષ વિક્રમ સવંત 2081ની શરૂઆત મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે મંદિરમાં દર્શન કરીને કરી શરૂઆત CMએ ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં કર્યા દર્શન પંચદેવ મંદિરમાં દર્શન કરીને કરી નવા વર્ષની શરૂઆત CM Bhupendrabhai Patel : આજથી નવું વર્ષ વિક્રમ સવંત...
cm ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી
Advertisement
  • આજથી નવું વર્ષ વિક્રમ સવંત 2081ની શરૂઆત
  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે મંદિરમાં દર્શન કરીને કરી શરૂઆત
  • CMએ ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં કર્યા દર્શન
  • પંચદેવ મંદિરમાં દર્શન કરીને કરી નવા વર્ષની શરૂઆ

CM Bhupendrabhai Patel : આજથી નવું વર્ષ વિક્રમ સવંત 2081ની શરૂઆત થઇ છે. લોકો એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને દેવ દર્શને જઇ રહ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendrabhai Patel) પણ નવા વર્ષની વહેલી સવારે ગાંધીનગર પંચદેવ મંદિરમાં દર્શન કરીને કરીને નવા વર્ષના કાર્યક્રમોની શરૂઆત કરી હતી.

CM ભૂપેન્દ્રભાઇ પટેલ બેસતા વર્ષની સવારે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં પહોંચ્યા

CM ભૂપેન્દ્રભાઇ પટેલ બેસતા વર્ષની સવારે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. ઉલ્લેખનિય છે કે વર્ષોની પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રી નવા વર્ષની સવારે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિર ખાતે પહોંચે છે અને ભગવાનના દર્શન કરીને રાજ્યમાં સુખ અને સમૃદ્ધિ માટે કામના વ્યક્ત કરે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો----કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah આવતીકાલે અમદાવાદમાં, 'વેસ્ટ ટુ એનર્જી' પ્લાન્ટનું કરશે શુભારંભ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર્શન કરવા જતા હતા

ભુતકાળમાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બેસતા વર્ષે પંચદેવ મંદિર ખાતે દર્શન કરવા જતા હતા અને ભગવાનના દર્શન કરીને નવા વર્ષની શરુઆત કરતા હતા.

નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી હાજરી આપી

CM ભૂપેન્દ્રભાઇ પટેલ પંચદેવ મંદિર બાદ અડાલજ ત્રી મંદિર અને ભદ્રકાળી મંદિર ખાતે પણ દર્શ કરવા માટે પહોંચ્યા હતા ત્યારબાદ મંત્રીનિવાસ સ્થાન ખાતે યોજાયેલા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી હાજરી આપી હતી

આ પણ વાંચો---Surat : તહેવારોમાં જનતાની સેવામાં વ્યસ્ત રહેતા પોલીસકર્મીઓની ચિંતા કરતા રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, જાણો શું કહ્યું

Tags :
Advertisement

.

×