Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Video: CM યોગી આદિત્યનાથને ખુલ્લેઆમ આપી આવી ધમકી! પોલીસને તાત્કાલિક નોંધવી પડી FIR

Viral Video:પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ધમકી આપતો વીડિયો સામે આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપતા યુવક સામે પ્રયાગરાજ પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ સાથે પોલીસે તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી પણ હાથ ધરી...
viral video  cm યોગી આદિત્યનાથને ખુલ્લેઆમ આપી આવી ધમકી  પોલીસને તાત્કાલિક નોંધવી પડી fir
Advertisement

Viral Video:પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ધમકી આપતો વીડિયો સામે આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપતા યુવક સામે પ્રયાગરાજ પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ સાથે પોલીસે તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. વાયરલ વીડિયોના આધારે આરોપી શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ પ્રયાગરાજના ગંગાનગર ઝોનના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. સામાજિક કાર્યકર્તા સર્વેશ કુમારે કેસ દાખલ કર્યો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ખુલ્લેઆમ ધમકી

તમને જણાવી દઈએ કે, આરોપી શમીમ ઉર્ફે બબલુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શમીમ એવું કહી રહી રહ્યો છે કે, ‘જો યોગી આદિત્યનાથ તેના ઘર પર બુલડોઝર ચલાવાની હિંમત કરશે તો હું તેને બકરાની જામ કાપી નાખીશ.’ નોંધનીય છે કે, આરોપી યુવક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આરોપી શમીમ પ્રયાગરાજના લાલ ગોપાલગંજ શહેરના ઇમામગંજ વિસ્તારનો રહેવાસી છે. મળતી વિગતો પ્રમાણે આરોપી અત્યારે દિલ્હીમાં રહે છે. પોલીસની એક ટીમ તેની ધરપકડ કરવા માટે રવાના પણ થઈ ગઈ છે.

Advertisement

Advertisement

આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી

નોંધનીય છે કે, પોલીસે આ મામલે ઝપડી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વીડિયો વાયરલ થયા બાદ આ મામલામાં આઈપીસીની કલમ 506 અને આઈટી એક્ટની કલમ 66 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ માહિતી આપતા ડીસીપી ગંગાનગરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું. અત્યારે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

 આ પણ વાંચો: ‘આતંકવાદ અને આતંકવાદી ભંડોળ વિશ્વની સુરક્ષા માટે મોટો ખતરો છે’ : NSA Ajit Doval

આ પણ વાંચો: HD Deve Gowda ના રાહુલ પર પ્રહાર, કહ્યું- ‘માત્ર તે પાર્ટી જ આટલા બધા વચનો આપી શકે છે, જે સત્તામાં નહીં આવે…’

આ પણ વાંચો: Maharashtra : ભાષણ દરમિયાન કેન્દ્રીય મંત્રીને ચક્કર આવ્યા અને સ્ટેજ પર ઢળી ગયા, જુઓ Video

Tags :
Advertisement

.

×