Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Weather :રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત,પવનોની દિશા બદલતા વાતાવરણમાં બદલાવ

રાજયમાં ઠંડી નો ચમકારો યથાવત પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું ભારતમાં ઠંડીની જામી લહેર Gujarat Weather:રાજયમાં ઠંડી( cold)નો ચમકારો યથાવત રહ્યો છે,પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે,નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે,ડીસા અને પાલનપુરમાં...
gujarat weather  રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત પવનોની દિશા બદલતા વાતાવરણમાં બદલાવ
Advertisement
  • રાજયમાં ઠંડી નો ચમકારો યથાવત
  • પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું
  • ભારતમાં ઠંડીની જામી લહેર

Gujarat Weather:રાજયમાં ઠંડી( cold)નો ચમકારો યથાવત રહ્યો છે,પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે,નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે,ડીસા અને પાલનપુરમાં 13-13 ડિગ્રી તાપમાન,અમદાવાદ(Ahmedabad)માં 16 ડિગ્રી, ગાંધીનગર(Gandhinaga)માં 16 ડિગ્રી,રાજકોટમાં 15 ડિગ્રી, અમરેલીમાં 16 ડિગ્રી,વડોદરામાં 19 ડિગ્રી, સાબરકાંઠામાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે,આગામી સમયમાં હજી પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે અને ઠંડી હજી પણ કડકડતી પડશે.

ભારતમાં ઠંડીની જામી લહેર

ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.

Advertisement

આ પણ  વાંચો -કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah ગુજરાતની મુલાકાતે,BAPS આયોજિત કાર્યકર્તા સંમેલનમાં રહેશે હાજર

Advertisement

ગાત્રો થીજવતી ઠંડીની આગાહી : અંબાલાલ પટેલ

પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે.ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.

આ પણ  વાંચો -પાર્કિંગકાંડ મુદ્દે સુરતમાં કોર્પોરેટર અને કાર્યપાલક ઇજનેર વચ્ચે વિવાદ

રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે : અંબાલાલ પટેલ

ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે બાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

Tags :
Advertisement

.

×