Imran Khan : ઈમરાન ખાનની સ્થિતિને લઈને પરિવારમાં ચિંતા, શું છુપાવી રહી છે શાહબાઝ સરકાર?
- ચિંતામાં ગરકાર પાક.નાં પૂર્વ પીએમ Imran Khan નો પરિવાર!
- શાહબાઝ સરકારની કાર્યવાહીથી ચિંતા
- ઈમરાન ખાન સાથે શું થયું તેવો ડર!
- ઈન્ટરનેટ-TV પરથી ઈમરાન ખાનના ફોટા હટાવાયાનો દાવો
પાકિસ્તાનના ( Pakistan) પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી જેલમાં બંધ છે. પરંતુ, પાછલા ઘણા સમયથી ઈમરાન ખાનની સ્થિતિ અંગે કોઈ વ્યક્તિને કંઈ પણ માહિતી નથી. તંત્ર પણ કોઈ જવાબ આપતું નથી. તેવામાં ઈમરાન ખાનના પરિવારની ચિંતામાં વધારો થયો છે. શાહબાઝ સરકારે (Shahbaz Government) ટીવી ચેનલ્સ પર ઈમરાન ખાનના નામ અને ફોટા બતાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હોવાનો દાવો થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પરથી પણ ઈમરાન ખાનની તસવીરો હટાવી લેવામાં આવી હોવાની માહિતી છે. આ તમામ વચ્ચે ઈમરાન ખાનના પુત્રોએ જાહેરમાં આવીને ડર વ્યક્ત કર્યો છે કે, તેમના પિતા સાથે કઈ અજુગતું થયું છે અને તેને જ છૂપાવવા માટે શાહબાઝ સરકાર પ્રયાસો કરી રહી છે.
શું કહ્યું Imran Khan ના પુત્રએ ?
ઈમરાન ખાનનો (Imran Khan) પુત્ર કાસિમ ખાન (Qasim Khan) લંડનમાં રહે છે. કાસિમ ખાને નિવેદન આપ્યું છે કે, છેલ્લે તેમણે નવેમ્બર 2022 માં તેના પિતાને જોયા હતા, એ પણ ત્યારે જ્યારે ઈમરાન ખાન પર હુમલો થયો હતો. ઈમરાન ખાનના પરિવારે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો પાસેથી મદદની અપીલ કરી છે. પરિવારની માગ છે કે, જેલમાં બંધ ઈમરાન ખાનની તબિયતની ડૉક્ટર તપાસ કરે અને તેમની સ્થિતિ અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવે.
આ પણ વાંચો - ના હોય..! Bangladesh કોર્ટે બ્રિટેનની સાંસદને ફટકારી 2 વર્ષની સજા! જાણો કોણ છે ટ્યૂલિપ સિદ્દીક?
પાકિસ્તાનમાં ઈમરાન ખાનના ફોટા-નામ પર પ્રતિબંધ!
પાકિસ્તાનનાં પૂર્વ પીએમ ઈમરાન ખાનને અન્ય સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે, આ ચિંતા વ્યક્ત કરી કાસિમ ખાને વ્યક્ત કરી છે. કાસિમ ખાનનું કહેવું છે કે, જાહેર જગ્યાઓથી ઈમરાન ખાનને સંપૂર્ણપણે અલગ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં ન્યૂઝ ચેનલોને (Pakistani News Channels) ઈમરાન ખાનનું નામ ન લેવાની પણ શાહબાઝ સરકારે સૂચના આપી છે.
આ પણ વાંચો - અફઘાનિસ્તાન સાથે યુદ્ધમાં ઊંધા મોઢે પછડાયા બાદ Pakistan ની અર્થવ્યવસ્થા અંધકારમાં!


