Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ગુજરાત કોંગ્રેસે જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની કરી જાહેરાત, અમદાવાદના શહેર પ્રમુખ તરીકે મહિલાને આપ્યું સ્થાન

કોંગ્રેસ દ્વારા શહેર અને જિલ્લાના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.
gandhinagar    ગુજરાત કોંગ્રેસે જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની કરી જાહેરાત  અમદાવાદના શહેર પ્રમુખ તરીકે મહિલાને આપ્યું સ્થાન
Advertisement
  • કોંગ્રેસ શહેર અને જિલ્લાના મહિલા પ્રમુખોની જાહેરાત
  • અમદાવાદના શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણૂક
  • પૂર્વ MLA રાજેશ ગોહિલને અમદાવાદ જિલ્લા પ્રમુખ બનાવાયા
  • પ્રતાપ દૂધાતની અમરેલીના પ્રમુખ તરીકે નિમણૂક

કોંગ્રેસ અધ્યક્ષે તાત્કાલિક અસરથી ગુજરાતમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ (ડીસીસી) પ્રમુખોની નિમણૂકને મંજૂરી આપી છે. આ નિમણૂકો સંગઠન સૃજન અભિયાન હેઠળ એક કઠોર સંગઠનાત્મક કવાયતને પૂર્ણ કરે છે.

Advertisement

  • અમદાવાદ શહેર - સોનલ પટેલ
  • અમદાવાદ જિલ્લો - રાજેશ ગોહિલ
  • અમરેલી - પ્રતાપ દુધાત
  • આણંદ - અલ્પેશ પઢીયાર
  • અરવલ્લી - અરણું પટેલ
  • બનાસકાંઠા - ગુલાબસિંહ રાજપુત
  • ભરૂચ - રાજેન્દ્રસિંહ રાણા
  • ભાવનગર જિલ્લો - પ્રવીણ રાઠોડ
  • ભાવનગર શહેર - મનોહરસિંહ
  • બોટાદ - હિંમત કટારીયા
  • છોટાઉદેપુર - શશીકાંત રાઠવા
  • દાહોદ - હર્ષદ નિનામાં
  • ડાંગ - સ્નેહીલ ઠાકરે
  • દેવભૂમિ દ્વારકા - પાલ આંબલિયા
  • ગાંધીનગર જિલ્લો - અરવિંદસિંહ સોલંકી
  • ગાંધીનગર શહેર - શક્તિ પટેલ
  • ગીર સોમનાથ - પુંજા વંશ
  • જામનગર શહેર - વીરેન્દ્રસિંહ જાડેજા
  • જામનગર જિલ્લો - મનોજ કાથીરિયા
  • જુનાગઢ શહેર - મનોજ જોશી
  • ખેડા - કાળુસિંહ ડાભી
  • કચ્છ - વી. કે. હુંબલ
  • મહીસાગર - હર્ષદ પટેલ
  • મહેસાણા - બળદેવજી ઠાકોર
  • મોરબી - કિશોર ચીખલીયા
  • નર્મદા - રણજિતસિંહ તડવી
  • નવસારી - શૈલેશ પટેલ
  • પંચમહાલ - ચેતનસિંહ પરમાર
  • પાટણ - ઘેમર દેસાઈ
  • પોરબંદર - રામ મારૂ
  • રાજકોટ શહેર - ડૉ. રાજદીપસિંહ જાડેજા
  • રાજકોટ જિલ્લો - હિતેશ વોરા
  • સાબરકાંઠા - રામ સોલંકી
  • સુરત જિલ્લો - આનંદ ચૌધરી
  • સુરત શહેર - વિપુલ ઉધનાવાલા
  • સુરેન્દ્રનગર - નૌશાદ સોલંકી
  • તાપી - વૈભવ ગામીત
  • વડોદરા જિલ્લો - જશપાલસિંહ પઢીયાર
  • વડોદરા શહેર - ઋત્વિક જોશી
  • વલસાડ - કિશન પટેલ

નવનિયુક્ત ડીસીસી પ્રમુખો ગુજરાતના સામાજિક અને પ્રાદેશિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમની પસંદગી તેમના પાયાના જોડાણ, વૈચારિક સ્પષ્ટતા અને સંગઠનાત્મક ક્ષમતા માટે કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલી આ કવાયત, ૨૦૨૭ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પક્ષને તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot : CCTVની બેટરી ચોરતી ગેંગનો પર્દાફાશ, રિક્ષા લઈને બેટરી ચોરવા નીકળતી હતી ટોળકી

કોંગ્રેસે શહેર અને જિલ્લાના મહિલા પ્રમુખોની જાહેરાત કરી છે. અમદાવાદના શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલને અમદાવાદ જિલ્લાના પ્રમુખ બનાવ્યા છે. પ્રતાપ દૂધાતની અમરેલીના પ્રમુખ તરીકે નિમણુંક કરાઈ છે. કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયા દ્વારકા જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અરવિંદ સિંહ સોલંકી ની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે શક્તિ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મહેસાણાના પ્રમુખ તરીકે બળદેવજી ઠાકોર નિમણુંક કરવામાં આવી છે. સુરેન્દ્રનગર નૌશાદ સોલંકી ની નિમણૂક કરવામાં આવી છે. ગીર સોમનાથમાં પુંજાભાઈ વંશની નિમણૂક કરવામાં આવી છે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાળુસિંહ ડાભીની વરણી કરાઈ છે. બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપુત ની વરણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Jamnagar : ધ્રોલ તાલુકાના માણેકપર ગામે ખાડામાં ડૂબી જતા ભાઈ-બહેનના મોત, ખેતમજૂર પરિવાર પર આભ ફાટ્યું

Tags :
Advertisement

.

×