Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : આ ગેનીબેન ઠાકોરનાં વર્ચસ્વની લડાઈ છે : સુભાષિની યાદવ

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસની કવાયત તેજ (Banaskantha) વાવમાં કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ આ ગેનીબેન ઠાકોરનાં વર્ચસ્વની લડાઈ છે : સુભાષિની યાદવ તમારી દીકરી અને તમારી બહેને એક સાથે ખોળો પાથર્યો છે : સુભાષિની યાદવ બનાસકાંઠા (Banaskantha)...
banaskantha   આ ગેનીબેન ઠાકોરનાં વર્ચસ્વની લડાઈ છે   સુભાષિની યાદવ
Advertisement
  1. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસની કવાયત તેજ (Banaskantha)
  2. વાવમાં કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ
  3. આ ગેનીબેન ઠાકોરનાં વર્ચસ્વની લડાઈ છે : સુભાષિની યાદવ
  4. તમારી દીકરી અને તમારી બહેને એક સાથે ખોળો પાથર્યો છે : સુભાષિની યાદવ

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ બેઠક પર કોંગ્રેસ (Congress) કોને ટિકિટ આપે તે અત્યારે સવાલ છે. પણ આ પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. આ વચ્ચે બનાસની બેન ગેનીબેન બાદ હવે ઉત્તર ગુજરાત કોંગ્રેસ પ્રભારી સુભાષિની યાદવનું નિવેદન ખૂબ જ ચર્ચામાં છે.

આ પણ વાંચો - Vav Assembly: પેટાચૂંટણી મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, ઠાકોર સમાજના ઉમેદવારને લઈને તોડ્યું મૌન

Advertisement

Advertisement

વાવમાં કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ

આજે વાવ (Vav) ખાતે કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી, ગેનીબેન ઠાકોર (Ganiben Thakor), પ્રભારી સુભાષિની યાદવ, બલદેવજી ઠાકોર (Baldevji Thakor) સહિત અન્ય કોંગ્રેસનાં નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. દરમિયાન પ્રભારી સુભાષિની યાદવે (Subhashini Yadav) કહ્યું હતું કે, અહીંયા 25 સમાજનાં લોકો છે અને હરિયાણામાં 36 સમાજ છે. તમે જુદા ના થતાં કેમકે હરિયાણામાં જુદા થયા અને કોંગ્રેસ હારી છે. તમે તમારી બેનને સમર્થન આપજો.

આ પણ વાંચો - MLA Jignesh Mevani નો ગંભીર આરોપ, કહ્યું - ‘હત્યા કે એન્કાઉન્ટર થશે તો IPS પાંડિયન જવાબદાર’

તમારી દીકરી અને બહેને એક સાથે ખોળો પાથર્યો છે : સુભાષિની યાદવ

પ્રભારી સુભાષિની યાદવે આગળ કહ્યું કે, આ ગેનીબેન ઠાકોરનાં વર્ચસ્વની લડાઈ છે. તમે અનેક વખત ગેનીબેનને ગાંધીનગર (Gandhinagar) મોકલ્યા અને પછી તેમને સાંસદ બનાવ્યા. હું ફરી કહું છું કે તમે જાતિવાદીમાં ના પડી ભેગા રહેજો. આ ચૂંટણી આપણા માટે 2027 નો જવાબ આપવાની તક છે. સુભાષિની યાદવે આગળ કહ્યું કે, અમારે ત્યા પણ રિવાજ છે કે બહેનને ખાલી હાથે ના મોકલાય. હું તમારી દીકરી છું. તમે જેમ બનાસકાંઠા (Banaskantha) આપ્યું તેમ વાવ પણ ગેનીબેનને આપજો. તમારી દીકરી અને તમારી બહેન એક સાથે ખોળો પાથર્યો છે. તેમણે આગળ કહ્યું કે, મારા પાપા 9 વર્ષ સુધી સાંસદ રહ્યા અને તેમને રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુરુ માનતા હતા. ઉત્તર ગુજરાતમાંથી કુલ 35 ધારાસભ્ય છે. આગામી સમયમાં તમામ બેઠકો આપણે જીતીએ એવી આશા છે.

આ પણ વાંચો - Surat: પોલીસ શહીદ સંભારણા દિવસના કાર્યક્રમમાં Drugs ને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન

Tags :
Advertisement

.

×