Gandhinagar : કોંગ્રેસ નેતા લલિત કગથરાએ વ્યક્ત કર્યું દુ:ખ, અમારા સંબંધોમાં ક્યારેક કોઈ ખોટ નહોતી પડી
- વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન
- કોંગ્રેસ નેતા લલિત કગથરાએ વ્યક્ત કર્યું દુ:ખ
- મારા ઘરનું કોઈ સભ્ય ગયું હોય તેવું દુઃખ થયું:કગથરા
- વિજયભાઈમાં રાજકીય કિન્નાખોરી ન હતી:કગથરા
- પેટાચૂંટણી લડતા ત્યારે તેમને હરાવવા અમે પૂરો પ્રયાસ કરતા:કગથરા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા ભારતીય જનતા પાર્ટી સહિત પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. કોંગ્રેસ નેતા લલિત કગથરાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમજ તેઓએ જણાવ્યું હતું કે, મારા ઘરના કોઈ સભ્ય ગયા હોય તેવુ મને દુઃખ છે. વિજયભાઈ રાજકીય કિન્નાખોરી વગરના માણસ હતા. વિજયભાઈ જ્યારે પેટા ચૂંટણી લડતા ત્યારે તેમને ચૂંટણી હરાવવા અમે પુરો પ્રયાસ કરતા હતા. તેમ છતાં પણ જ્યારે તેમને મળવા જતા ત્યારે અમને કોઈ સંકોચ ન રહેતો. તેમજ ચૂંટણી સમયે સામે હોવાથી છતાં સામાજિક રીતે ખૂબ જ નજીક હતા.
મારા ઘરનું કોઈ સભ્ય ગયું હોય તેવું દુઃખ થયું:કગથરા
લલિત કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે પણ આશીર્વાદ લેવા જતા હતા. રાજકીય રીતે સામે હોવાછી છતાં સામાજિક રીતે ખૂબ જ નજીક હતા. અમે પહેલા ભાજપમાં સાથે હતા. મને અને મારા વાઈફને પણ કોર્પોરેશનની ચૂંટણી લડવામાં ભાજપમાં હતા ત્યારે મદદ કરી હતી. બાદમાં અમે શંકરસિંહ સાથે અમે જતા રહ્યા અને ત્યાર બાદ અમે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. જો કે અમારા સબંધોમાં ક્યારેય કોઈ ખોટ પડી ન હતી. મારા ઘરે દુઃખદ પ્રસંગ બન્યો હતો. તે સમયે મુખ્યમંત્રી હોવા છતાં બે કલાક સુધી મારા ઘરે રહ્યા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં DNA ટેસ્ટની કામગીરી પુરજોશમાં, 9 લોકોના DNA ટેસ્ટ થયા મેચ
વિજયભાઈમાં રાજકીય કિન્નાખોરી ન હતી:કગથરા
વિજયભાઈની સામે ઘણા વર્ષે એટલે કે 95 થી 2000 પછીથી અમે સામે જ લડ્યા છીએ. વર્ષ 95 થી 2000 દરમ્યાન મારા પત્નિ કોર્પોરેટર હતા. તે દરમ્યાન ભારતીય જનતા પાર્ટીમાં વિજયભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. વર્ષ 2000 થી અમારો પક્ષ જુદો થયો. જે રાજકીય લડાઈ છે તે હર હંમેશ વિજયભાઈની સામે આવતી. રાજકોટ-2 ની ચૂંટણી મને યાદ છે. વજુભાઈ લડ્યા હતા. કાશ્મીરા બેનને અમે લડાવ્યા હતા. પેટા ચૂંટણીમાં વિજયભાઈ લડ્યા તો સામે જયંતીભાઈ કાલરીયાને લડાવ્યા. વિજયભાઈની સામે કામ કર્યું હતું. પરંતું ચૂંટણી પુરી થયા પછી વિજયભાઈમાં કદી મને કિન્નાખોરીનો ભાવ મને જોવા નથી મળ્યો.


