Morbi Bridge case ના આરોપી Jaysukh Patelના સન્માનથી વિવાદ
- મોરબી ઝૂલતાપુલ કરુણાંતિકાનો આરોપી ચર્ચામાં
- મોરબીમાં સમાજના કાર્યક્રમમાં જયસુખ પટેલની મોદક તુલા કરાઈ
- મોરબીમાં સમાજના કાર્યક્મ માં જયસુખ પટેલની હાજરી
- મોરબી ઝૂલતા પુલ દુર્ધટનામાં 135નો ભોગ લેવાયો હતો
- આ દુર્ધટનાનોઆરોપી છે જયસુખ પટેલ
- કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ આયોજીત કાર્યક્મ હતો
Morbi Bridge Case :દેશભરમાં ભારે અરેરાટી જગાવનારા મોરબી ઝુલતા પુલ કાંડ (Morbi Bridge case) ના આરોપી જયસુખ પટેલ ((Jaysukh Patel))નું સન્માન કરવાના સમાચારે ભારે હલચલ મચાવી દીધી છે. મોરબીમાં જ સમાજના એક કાર્યક્રમમાં આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરીને સન્માન કરવામાં આવ્યું હતું જેથી વિવાદ સર્જાયો છે.
ઝુલતાપુલના આરોપીના સન્માનથી વિવાદ સર્જાયો
મોરબી ઝુલતાપુલના આરોપીના સન્માનથી વિવાદ સર્જાયો છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત થયો હતો અને આ કેસમાં ઓરેવાના જયસુખ પટેલની પણ ધરપકડ કરાઇ હતી. જો કે જયસુખ પટેલ હાલ જામીન પર છે પણ તે સમયે મોરબીમાં સમાજના જ કાર્યક્રમમાં આરોપી જયસુખ પટેલનું સન્માન કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે.
જયસુખ પટેલની મોદક તુલા કરાઇ હોવાનો વીડિયો વાયરલ
મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરાઇ હોવાનો વીડિયો વાયરલ થયો છે. 135 લોકોનો ભોગ લેનારા મોરબી ઝુલતા પુલ કાંડના આરોપીની આ રીતે મોદક તુલા કરીને સન્માન કરવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો----Morbi : 2 વર્ષે પણ દુર્ઘટનાના પીડિત પરિવારજનો ઝંખી રહ્યાં છે ન્યાય
ત્રણ દિવસની શરતી મંજૂરી સાથે મોરબીમાં પ્રવેશ કર્યો હતો
ઉલ્લેખનિય છે કે મોરબીમાં જયસુખ પટેલ માટે પ્રવેશ પ્રતિબંધ છે પણ તેમણે ત્રણ દિવસની શરતી મંજૂરી સાથે મોરબીમાં પ્રવેશ કર્યો હતો અને જયસુખ પટેલે મોરબીમાં સમાજ ના કાર્યક્મમાં જયસુખ પટેલે હાજરી આપી હતી.
Morbi ઝૂલતા પુલના આરોપીની મોદક તુલા | Gujarat First#MorbiBridgeCase #AccusedModakTula #MorbiUpdates #BridgeCollapse #JusticeForVictims #ModakTulaRitual #PublicOutrage #GujaratNews #Accountability #MorbiIncident #gujaratfirst pic.twitter.com/WZSvIZ9LiJ
— Gujarat First (@GujaratFirst) November 16, 2024
જયસુખ પટેલના આ સન્માનથી અનેક પ્રશ્નો ઉભા થયા
જયસુખ પટેલના આ સન્માનથી અનેક પ્રશ્નો ઉભા થયા છે ખાસ તો લોકો પુછી રહ્યા છે કે 135 લોકોના મોતના આરોપીને આટલું સન્માન કેમ અપાયુ? શું આયોજકોની ભૂલના કારણે થયું આરોપીનું સન્માન? અને જામીન પર નીકળેલા મોતના આરોપીની મોદક તુલા કેમ? તેવા સવાલો કરાઇ રહ્યા છે.
મનોજ પનારાએ લૂલો બચાવ કર્યો
આ તરફ સમાજના મનોજ પનારાએ આ બાબતે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતાં કહ્યું કે જયસુખ પટેલના પરિવારે સમાજ માટે ઘણું યોગદાન આપેલું છે અને તેથી જયસુખ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. 135 લોકોના મોતના કેસના આરોપીનું સન્માન કેમ તેવા સવાલના જવાબમાં તેમણે લૂલો બચાવ કર્યો હતો.
આ પણ વાંચો----Morbi ઝુલતાપુલના આરોપીJaysukh Patelના સન્માનથી થયો વિવાદ


