ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Corona Cases in Gujarat : વધતા કોરોના સંક્રમણ અંગે અ'વાદ મેડિકલ એસો.નાં વાઈસ પ્રેસિડેન્ટનું નિવેદન

તેમણે કહ્યું કે, કોરોનાનાં નવા વેરિએન્ટથી ગભરાવાની કોઈ જરૂર નથી. WHO એ આ નવા વેરિયન્ટને અન્ડર મોનિટરિંગ જાહેર કર્યો છે.
05:13 PM May 28, 2025 IST | Vipul Sen
તેમણે કહ્યું કે, કોરોનાનાં નવા વેરિએન્ટથી ગભરાવાની કોઈ જરૂર નથી. WHO એ આ નવા વેરિયન્ટને અન્ડર મોનિટરિંગ જાહેર કર્યો છે.
Corona_Gujarat_first
  1. કોરોનાને લઈ અમદાવાદ મેડિકલ એસો.નાં વાઈસ પ્રેસિડેન્ટનું નિવેદન (Corona Cases in Gujarat)
  2. કોરોનાનાં નવા વેરિયન્ટથી ગભરાવાની કોઈ જરૂર નથી : મુકેશ મહેશ્વરી
  3. "WHO એ આ નવા વેરિયન્ટને અન્ડર મોનિટરિંગ જાહેર કર્યો છે"
  4. ઓમાઈક્રોનનો જ વેરિયન્ટ હોવાથી સમાન લક્ષણો છે : મુકેશ મહેશ્વરી
  5. "જેમને ગંભીર બીમારીઓ હોય તેવા દર્દીઓને સાચવવાની જરૂર"

Corona Cases in Gujarat : રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વણસી રહેલી કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને રાખી આગોતરી તૈયારીઓનાં ભાગરૂપે રાજ્યનાં આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. દરમિયાન, કોરોનાં વાઇરસને લઈ અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં વાઈસ પ્રેસિડેન્ટનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો - Gujarat : મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન -ચીફ એર માર્શલ

જે દર્દીઓને ગંભીર બીમારી હોય તેવા દર્દીઓને સાચવવાની જરૂર : મુકેશ મહેશ્વરી

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મેડિકલ એસો.નાં વાઈસ પ્રેસિડેન્ટ મુકેશ મહેશ્વરીએ (Mukesh Maheshwari) કહ્યું કે, કોરોનાનાં નવા વેરિએન્ટથી ગભરાવાની કોઈ જરૂર નથી. WHO એ આ નવા વેરિયન્ટને અન્ડર મોનિટરિંગ જાહેર કર્યો છે. મુકેશ મહેશ્વરીએ વધુમાં કહ્યું કે, ઓમાઈક્રોનનો જ વેરિયન્ટ હોવાથી સમાન લક્ષણો છે. જે દર્દીઓને ગંભીર બીમારી હોય તેવા દર્દીઓને સાચવવાની જરૂર છે. જ્યારે, જેમને બીમારી નથી અને રસી લીધેલી છે તેમણે ગભરાવાની જરૂર નથી. મુકેશ મહેશ્વરીએ વધુમાં જણાવ્યું કે, હાલનાં નવા વેરિયન્ટ જે NB 1.8.1 અને LF7 વાયરસ વધુ ગંભીર લગતા નથી. જો કે, વેરિયન્ટ પર સરકાર મોનિટરિંગ કરશે.

આ પણ વાંચો - Gram Panchayat Election : 8326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે, પરિણામ 25મી જૂને

નાગરિકોએ ગભરાવવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર

નોંધનીય છે કે, કોરોનાકાળ દરમિયાન સમગ્ર વિશ્વ ચિંતામાં મૂકાયું હતું. મોટાભાગનાં દેશ આ વૈશ્વિક બીમારીની ચપેટમાં આવ્યા હતા. ભારતમાં પણ લોકડાઉન સહિતનાં વિવિધ પગલાં લેવાની સરકારને ફરજ પડી હતી. કોરોનાકાળમાં દેશમાં મોટી સંખ્યામાં નાગરિકોનાં મોત નીપજ્યા હતા. જો કે, આ જીવલેણ સંક્રમણ ફરી એકવાર ગુજરાત સહિત દેશમાં પગપેસારો કરી રહ્યું (Corona Cases in Gujarat) છે. જો કે, નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. સરકાર દ્વારા જાહેર કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું અને સાવચેતી રાખવાની જરૂર છે. રાજ્યમાં અમદાવાદ (Ahmedabad), જુનાગઢ (Junagadh), કચ્છ (Kutch), જામનગર (Jamnagar) સહિતનાં જિલ્લાઓમાં કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચો - VADODARA : નેપાળમાં આયોજિત સંમેલનમાં નિશાકુમારીએ કર્યું દેશનું પ્રતિનિધિત્વ

Tags :
AhmedabadAhmedabad Medical AssociationCorona cases in GujaratCorona New VeriantCorona VirusCovid-19GUJARAT FIRST NEWSHealth DepartmentIMAJamnagarJunagadhKutchMukesh MaheshwariOmicronTop Gujarati News
Next Article