Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું

સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધ્યું નાણાં વિભાગે સત્તાવાર પરિપત્ર કર્યો જાહેર સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સાત ટકા વધ્યું Gandhinagar: વર્ષ 2025ની શરૂઆત થાય તે પહેલા ગુજરાત સરકારે (state government)સરકારી કર્મચારીઓને મોટી...
gujarat સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું
Advertisement
  • સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર
  • છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધ્યું
  • નાણાં વિભાગે સત્તાવાર પરિપત્ર કર્યો જાહેર
  • સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સાત ટકા વધ્યું

Gandhinagar: વર્ષ 2025ની શરૂઆત થાય તે પહેલા ગુજરાત સરકારે (state government)સરકારી કર્મચારીઓને મોટી ભેટ (Government Employees)આપી છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ કર્મચારીઓના પાંચ મહિનાના પગારનો તફાવત ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરી મહિનામાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારની આ જાહેરાતનો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.

રાજ્ય સરકારે કરી જાહેરાત

રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે આ મોંઘવારી ભથ્થું જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા (Salary revision) નિયમો-2009 હેઠળના પગારધોરણ પ્રમાણે પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં 1 જુલાઈ 2024થી વધારો કરવાનું નક્કી કર્યું છે.

Advertisement

આ પણ  વાંચો -રાજ્યમાં BZ Ponzi scheme જેવી ઠગાઈની આશંકા, Ahmedabad ની યુનિક મર્કેન્ટાઈલ પર આક્ષેપ

Advertisement

ડિસેમ્બર મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે

રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે કર્મચારીઓના કિસ્સામાં ડિસેમ્બર-2024 માસથી 246 ટકા મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પગાર સાથે નિયમિત રીતે સુચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ-2024થી નવેમ્બર 2024 માસ સુધીનું કુલ પાંચ મહિનાના તફાવતની રકમ ડિસેમ્બર મહિનાના પગાર સાથે (પેઈડ ઇન જાન્યુઆરી-2025) ચૂકવવાની રહેશે.

આ પણ વાંચો -E-KYC નહીં કર્યું હોય તો મળશે અનાજ? રાજ્ય સરકારની સ્પષ્ટતા

સ્થાનિક સંસ્થાઓ અને નગરપાલિકાઓએ તેમના કર્મચારીઓને મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અને બિન-સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકો તેમજ તે જ પ્રમાણે સહાયક અનુદાન લેતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતું ખર્ચ એ શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે, આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ.

Tags :
Advertisement

.

×