Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે Maharashtra ના CM પદના શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ, PM મોદી આપશે હાજરી...

દેવેન્દ્ર ફડણવીસ Maharashtra ના આગામી CM હશે એકનાથ શિંદે ડેપ્યુટી CM ના પદ માટે સંમત થયા આજે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ મહારાષ્ટ્ર (Maharashtra)માં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે બુધવારે મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની બેઠક ચાલી...
આજે maharashtra ના cm પદના શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ  pm મોદી આપશે હાજરી
Advertisement
  1. દેવેન્દ્ર ફડણવીસ Maharashtra ના આગામી CM હશે
  2. એકનાથ શિંદે ડેપ્યુટી CM ના પદ માટે સંમત થયા
  3. આજે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ

મહારાષ્ટ્ર (Maharashtra)માં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે બુધવારે મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની બેઠક ચાલી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, દેવેન્દ્ર ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ રાજ્યના આગામી CM હશે. આ બેઠકમાં, બંને નિરીક્ષકો, કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણીની હાજરીમાં, ફડણવીસને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે આઝાદ મેદાનમાં CM પદના શપથ લેશે.

એકનાથ શિંદે ડેપ્યુટી CM બનશે...

સૂત્રોનું કહેવું છે કે, ગુરુવારે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને NDA અને BJP ના તમામ મોટા નેતાઓ હાજરી આપશે. NCP નેતા અજિત પવાર અને શિવસેના નેતા એકનાથ શિંદે ડેપ્યુટી CM તરીકે શપથ લઈ શકે છે. ભાજપ અને NDA શાસિત રાજ્યોના CM ઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. ફડણવીસને સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ફડણવીસે પોતાનું નામ સર્વસંમતિથી પસંદ કર્યા બાદ સૌનો આભાર માન્યો હતો.

Advertisement

આ પણ વાંચો : 'Sambhal હિંસામાં સામેલ એક પણ બદમાશને છોડવામાં નહીં આવે', CM યોગીએ આપી કડક સૂચના...

Advertisement

સાંજે 5 વાગ્યે આઝાદ મેદાનમાં શપથગ્રહણ...

મહારાષ્ટ્ર (Maharashtra) ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું કે ફડણવીસ, શિંદે અને અજિત પવાર ગુરુવારે સાંજે 5 વાગ્યે શપથ લેશે. PM મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

આ પણ વાંચો : Kashmir માં પારો શૂન્ય ડિગ્રીથી નીચે, Delhi માં પણ ઠંડી વધશે, Mumbai માં તૂટ્યો 16 વર્ષનો રેકોર્ડ...

ભાજપને 132 બેઠકો મળી હતી...

મહારાષ્ટ્ર (Maharashtra)માં 20 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે જંગી સફળતા હાંસલ કરી અને રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી 132 બેઠકો જીતી, જે રાજ્યમાં તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેના સાથી પક્ષો - એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે, ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધન પાસે 230 બેઠકોની પ્રચંડ બહુમતી છે.

આ પણ વાંચો : કેન્દ્રીય જળશક્તિ મંત્રી C R Patil ના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ

Tags :
Advertisement

.

×