Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL ની ચાલુ મેચ રદ્દ કરતા ઉત્તેજના, ચિંતીત ચીયર લીડરનો વીડિયો વાયરલ

IPL CANCELLED : ચિયર લીડરે સ્થળ પરના વાતાવરણને "ખૂબ જ ડરામણું" ગણાવ્યું અને સ્થળ પર પ્રવર્તતી ચિંતાને પોતાના શબ્દોમાં વાયરલ કરી હતી
ipl ની ચાલુ મેચ રદ્દ કરતા ઉત્તેજના  ચિંતીત ચીયર લીડરનો વીડિયો વાયરલ
Advertisement
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાતા આઇપીએલ રદ કરાઇ
  • ચાલુ મેચમાં લોકોને જવાનું કહેતા ઉત્તેજના વ્યાપી
  • તમામ લોકો બુમો પાડી રહ્યા હતા

IPL CANCELLED : ગુરુવારે રાત્રે જમ્મુ અને પઠાણકોટ નજીકના શહેરોમાં દુશ્મન દેશ પાકિસ્તાન તરફથી હવાઈ હુમલાની ચેતવણી જાહેર થયા બાદ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. 10.1 ઓવર પછી, મેદાનમાં અચાનક બ્લેકઆઉટ જેવી પરિસ્થિતી સર્જાઇ હતી. ત્યારબાદ ખેલાડીઓ અને દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સરહદ પાર વધતા તણાવ વચ્ચે ટુર્નામેન્ટ ચાલુ રાખવા અંગે ગંભીર ચિંતાઓ પેદા થઇ હતી. જેને પગલે આજની સ્થિતીએ આઇપીએલની બાકીની તમામ મેચોને રદ કરી દેવામાં આવી છે. દરમિયાન ગતરાત્રે ચિંતિત ચીયર લીડરનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે.

વાતાવરણને "ખૂબ જ ડરામણું" ગણાવ્યું

ગતરાત્રે પંજાબ કિંગ્સ 10.1 ઓવરમાં 1 વિકેટે 122 રન પર બેટિંગ કરી રહ્યું હતું. ત્યારે અચાનક વીજળી ગુલ થવાને કારણે મેચ રોકવી પડી હતી, શરૂઆતમાં એવું લાગ્યું હતું કે, ફ્લડલાઇટમાં ખામીને કારણે આ ઘટના બની છે. આ વચ્ચે, એક ચીયરલીડરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં વાતાવરણને "ખૂબ જ ડરામણું" ગણાવ્યું અને સ્થળ પર પ્રવર્તતી ચિંતાને પોતાના શબ્દોમાં વાયરલ કરી હતી.

Advertisement

મને ખબર નથી કે હું કેમ રડતી નથી

વીડિયોમાં, ચીયરલીડર કહે છે કે, 'રમતની વચ્ચે જ આખું સ્ટેડિયમ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.' આ ખૂબ જ ડરામણું દ્રશ્ય છે. બધા બૂમો પાડી રહ્યા હતા કે, બોમ્બ આવી રહ્યા છે. તે ખૂબ ડરામણું છે. ખરેખર અમે ધર્મશાળાની બહાર જવા માંગીએ છીએ. મને પૂરી આશા છે કે IPL (બોર્ડ) અમારી સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખશે. આ પરિસ્થિતી ખરેખર ખૂબ ડરામણી છે. મને ખબર નથી કે હું કેમ રડતી નથી. મને લાગે છે કે, હું હજુ પણ આઘાતમાં છું. મને ખબર નથી કે આ બધું શું થઈ રહ્યું છે.

Advertisement

મેચોને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી

તમને જણાવી દઈએ કે, PBKS vs DC મેચ રદ થવાને કારણે, બંને ટીમો વચ્ચે 1-1 પોઈન્ટ વહેંચાઈ ગયા છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સને પ્લે ઓફ ટિકિટ મેળવવા માટે વધુ રાહ જોવી પડશે. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સ પણ ટોપ-4માં સ્થાન મેળવી શકી નથી. જો કે, આ બાદ આઇપીએલની તમામ બાકીની મેચોને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.

આ પણ વાંચો --- દુશ્મન દેશ જોડે તણાવ વચ્ચે CA ની પરીક્ષા મોકૂફ, વાંચો વિગતવાર

Tags :
Advertisement

.

×