Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: ધ્રોલ તાલુકામાં એક જર્જરિત ઇમારત થઈ ધરાશાયી, બે બાળકો દટાયા

Jamnagar building collapsed: જામનગરના ધ્રોલ તાલુકામાં જર્જરિત ઇમારત ધરાશાયી થયાનો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે, જર્જરિત ઇમારત ધરાશાયી થતા કાટમાળ નીચે બે બાળકો દબાયા હોવાની પણ જાણકારી સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે ધ્રોલ નૂરી હાઇસ્કુલ સામે વણકર...
jamnagar  ધ્રોલ તાલુકામાં એક જર્જરિત ઇમારત થઈ ધરાશાયી  બે બાળકો દટાયા
Advertisement

Jamnagar building collapsed: જામનગરના ધ્રોલ તાલુકામાં જર્જરિત ઇમારત ધરાશાયી થયાનો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે, જર્જરિત ઇમારત ધરાશાયી થતા કાટમાળ નીચે બે બાળકો દબાયા હોવાની પણ જાણકારી સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે ધ્રોલ નૂરી હાઇસ્કુલ સામે વણકર સમાજની જૂની કુમાર છાત્રાલયની દિવાલ પડી ગઈ હતી. જેના નીચે બે બાળકો દટાયા હતા. મળતી વિગતો પ્રમાણે છાત્રાલયની દિવાલ પડતા દેવીપૂજક પરિવારના બે બાળકો દબાયા હતા.

12 વર્ષીય ગોપાલ હરસુખભાઈનું મોત

તમને જણાવી દઈએ કે, બાળકો દબાઈ જતા જીસીબીની મદદ લેવામાં આવી હતી. જેથી દેવીબપૂજક પરિવારના બંન્ને બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જો કે, બે બાળકોમાંથી એક 12 વર્ષીય ગોપાલ હરસુખભાઈનું મોત થઈ ગયું છે. જ્યારે તેમાંથી એક બાળકની અત્યારે સારવાર ચારી રહીં છે. નોંધનીય છે કે, આ છાત્રાલયની જર્જરિત ઇમારતની એક દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી.

Advertisement

એક બાળકની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

મળતી વિગતો પ્રમાણે ધ્રોલ નૂરી હાઇસ્કુલ સામે વણકર સમાજની જૂની કુમાર છાત્રાલય પડતા બે બાળકો દબાયા હતા. જો કે, આ બાળકો ત્યા શું કરી રહ્યા હતા તે મામલે હજી વિગતો સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, બે બાળકો દટાયા હતા ત્યારે તેમાંથી એક બાળકનું મોત થયું છે. જ્યારે એક બાળકની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહીં છે. નોંધનીય છે કે, જીસીબીની મદદ લઈને દિવાલનો કાટમાળ હટાવીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, એકનું મોત થઈ ગયું હતું. એક બાળકનું મોત થયા પરિવારમાં અત્યારે ભારે શોકનો માહોલ જોવા મળ્યો છે.

Advertisement

ભાવનગરમાં બની ગોડાઉનમાં આગની ઘટના

આજે ભાવનગર શહેરના એક ગોડાઉનમાં આગની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે ભાવનગર શહેરમાં મધ્યમાં આવેલ હવેલી વાળી શેરીમાં આવેલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનામાં રહેણાક મકાનમાં ઇલેક્ટ્રિક વાયરનું ગોડાઉન હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Bhavnagar: ભાવનગર શહેરમાં એક ગોડાઉનમાં લાગી આગ, ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી

આ પણ વાંચો: Special Polling Booth: માત્ર એક મત માટે ખાસ પોલિંગ બૂથની વ્યવસ્થા, જાણો કોણ છે આ એક મતદાતા?

આ પણ વાંચો: Ahmedabad: ‘શરિયા કાયદો’ લાગુ કરાવવા બોમ્બની ધમકી! જાણો કોણે કર્યો હતો મેઈલ?

Tags :
Advertisement

.

×