Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dinga Dinga: શું છે ડિંગા ડિંગા બિમારી, જે આફ્રિકન લોકોને નાચવા માટે કરે છે મજબુર?

કોરોના બાદ હવે આફ્રિકામાં એક ભયાનક વાયરસ ફેલાઇ રહ્યો છે. આ વાયરસ એવો છે જેના કારણે લોકો નાચવા માટે મજબુર બની જાય છે. આ બિમારી ખુબ જ આશ્ચર્યજનક છે.
dinga dinga  શું છે ડિંગા ડિંગા બિમારી  જે આફ્રિકન લોકોને નાચવા માટે કરે છે મજબુર
Advertisement
  • ડિંગા ડિંગા થાય તે વ્યક્તિ શરીર પરનો કાબુ ગુમાવી બેસે છે
  • આખુ શરીર એવું ધ્રુજે છે કે જોનારને તે નાચી રહ્યો હોય તેવું લાગે
  • આ બિમારીની કોઇ દવા નથી એન્ટિબાયોટિક દ્વારા મેળવાય છે કાબુ

Dinga Dinga Mysterious Disease : હાલમાં વિશ્વમાં વિચિત્ર વિચિત્ર બિમારીઓ પ્રવર્તી રહી છે. નવા નવા વાયરસના કારણે વૈજ્ઞાનિકો પણ પરેશાન છે. ખાસ કરીને કોરોના મહામારીની સાથે કેટલાક એવા વાયરસ સામે આવ્યા છે જેના કારણે લોકો હલી ગયા છે. આ જ રીતે આફ્રીકાના યુગાંડામાં એક એવી બિમારી સામે આવી છે, જેમાં લોકો નાચવાનું અને હલવાનું શરૂ કરી દે છે.

યુગાંડાની મહિલાઓ સૌથી વધારે પ્રભાવિત

આ બિમારીને (DInga Dinga) મુખ્ય રીતે યુગાંડાના બુંદીબુગ્યો જિલ્લાની મહિલાઓ અને યુવતીઓને પ્રભાવિત કરી રહ્યો છે. જેમાં તેના શરીરમાં કંપન થવા લાગે છે અને જેના કારણે તેમણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. શરીર જોર જોરથી હલવા લાગે છે, એવું લાગે છે કે, મહિલાઓ જાણે નાચી રહી છે.

Advertisement

આ પણ વાંચો : Banaskantha: પાલનપુરના 2 ઓપરેટરોએ કર્યું Aadhaar cardમાં સેટિંગ, મોટું કૌભાંડ સામે આવવાની સંભાવના

Advertisement

શું છે ડિંગા ડિંગા વાયરસ

રિપોર્ટ્સ અનુસાર યુગાંડાના બંદીબુગ્યો જિલ્લામાં પહેલીવાર ડિંગા ડિંગા બીમારી સામે આવી હતી. આ બિમારીથી પરેશાન લોકોમાં વિચિત્ર લક્ષણો જોવા મળે છે. લોકો ડાંસ કરવા જેવી હરકતો કરવા લાગે છે. તેમનું શરીર આપોઆપ ધ્રુજવા લાગે છે. આ ઉપરાંત ખુબ જ તાવ, નબળાઇ અને કેટલાક ગંભીર કિસ્સામાં લકવો પણ થતો જોવા મળે છે. આ વાયરસનો ભોગ બનેલા લોકોને ચાલવામાં પણ તકલીફ થાય છે. શરીર ધ્રુજવાની સાથે સાથે એવી સ્થિતિ સર્જાય છે કે શરીર વ્યક્તિના પોતાના કાબુમાં રહેતું નથી. હાલ તો આફ્રીકામાં ડિંગા ડિંગા બીમારી ફેલાવાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. જે વિસ્તારમાં આ બિમારી ફેલાઇ છે ત્યાંના લોકોને એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે.

શું છે ડિંગા ડિંગાની સારવાર

ડિંગા ડિંગા બિમારી અંગે ડોક્ટર્સનું કહેવું છે કે, તેની કોઇ સ્પષ્ટ કે સટીક સારવાર નથી. હાલ તેના લક્ષણોની ગંભીરતાને જોઇને સારવાર કરવામાં આવે છે. જેમાં એન્ટિબાયોટિક દવાની મદદથી તેને ક્યોર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે તેના લક્ષણોમાં નબળાઇ અને પેરાલિસિસ એક ખુબ જ મોટો પડકાર હોય છે.

આ પણ વાંચો : Gujarat: શરાબના સૌદાગરોની પોલીસને ખુલ્લી ચેલેન્જ, ગુજરાત ફર્સ્ટને મળ્યાં દારૂબંધીની પોલ ખોલતા Video

જો કે આ રોગમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી

ખાસ કરીને આ બિમારી યુગાંડાની મહિલાઓ અને યુવતીઓને પ્રભાવિત કરે છે. બુંદીબુગ્યોમાં આ બિમારીના 300 કરતા વધારે કેસ સામે આવ્યા છે. જો કે હજી સુધી એક પણ મૃત્યુ નથી થયું તે રાહતની વાત છે. પહેલીવાર 2023 માં આ રોગ અંગે માહિતી મળી હતી. જેના પર ડોક્ટરો અભ્યાસ કરી રહ્યા છે. સેમ્પલ લઇને સ્વાસ્થય મંત્રાલયને મોકલી રહ્યા છે.

આ પણ વાંચો : હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાએ 89 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Tags :
Advertisement

.

×