Donald Trump Inauguration : ટ્રમ્પે કહ્યું- 'ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા મોકલીશું'
- અમેરિકામાં ફરી એકવાર 'ટ્રમ્પ યુગ' ની શરૂઆત (Donald Trump)
- ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનાં 47 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા
- પહેલા ભાષણમાં કરી ઘણી મોટી જાહેરાતો
- દક્ષિણ સરહદ પર નેશનલ ઇમરજન્સીની ઘોષણા
અમેરિકામાં ફરી એકવાર 'ટ્રમ્પ યુગ' પાછો ફર્યો છે. રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનાં રાષ્ટ્રપતિ તરીકે શપથ (Donald Trump Inauguration) લીધા છે. આ શપથ સાથે, ટ્રમ્પ અમેરિકાનાં 47 મા રાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિ તરીકેનાં પોતાના પહેલા ભાષણમાં ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. દેશમાં ઘૂસણખોરીને રોકવા માટે તેમણે અમેરિકાની દક્ષિણ સરહદ પર નેશનલ ઇમરજન્સીની ઘોષણા કરી છે.ટ
આ પણ વાંચો - રાષ્ટ્રપતિ પદના શપથ લેતાં જ ટ્રમ્પે આ જાહેરાતો કરી.... ‘આજની તારીખ અમેરિકનો માટે સ્વતંત્રતા દિવસ છે’
દાયકાઓ બાદ સંસદની અંદર યોજાયો શપથગ્રહણ સમારોહ
અમેરિકામાં (America) ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સનાં 47 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ (Donald Trump Oath Ceremony) લીધા છે. ઘણા દાયકાઓમાં આ પહેલીવાર હતું જ્યારે, રાષ્ટ્રપતિનો શપથગ્રહણ સમારોહ ખુલ્લામાં નહીં પરંતુ, યુએસ સંસદની અંદર યોજાયો હતો. અમેરિકામાં ભારે ઠંડીને કારણે શપથગ્રહણ સમારોહ સંસદની અંદર આયોજિત કરવામાં આવ્યો હતો. શપથ લીધા પછી, ટ્રમ્પે પહેલું ભાષણ આપ્યું. રાષ્ટ્રપતિ તરીકેનાં પોતાના પહેલા જ સંબોધનમાં તેમણે ઘણી મોટી જાહેરાતો કરી. ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઘૂસણખોરી સામે આકરું વલણ અપનાવવાની વાત કરી હતી.
#WATCH | Washington DC | US President Donald Trump says, "We will abandon the policy of catch and release. I will send troops to the southern border to repel the disastrous invasion of our country. Under the orders I signed today, we will also be designating the cartels as… pic.twitter.com/HHQ45VODbI
— ANI (@ANI) January 20, 2025
આ પણ વાંચો - ‘હું ઈચ્છું છું કે દુનિયા મને શાંતિના દૂત તરીકે યાદ રાખે’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાની દક્ષિણ સરહદ પર નેશનલ ઇમરજન્સીની ઘોષણા
જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્ર્મ્પે દેશમાં ઘૂસણખોરીને અટકાવવા માટે અમેરિકાની દક્ષિણ સરહદ પર નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી. ટ્રમ્પે કહ્યું કે, 'અમે અમારી દક્ષિણ સરહદ પર નેશનલ ઇમરજન્સીની ઘોષણા કરીએ છીએ.' ટ્રમ્પે મેક્સિકો સાથેની અમેરિકાની દક્ષિણ સરહદ (US-Mexico Border) પર ઘૂસણખોરી રોકવા માટે સેના મોકલવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 'અમે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા મોકલી દઈશું.'
આ પણ વાંચો - ડોનાલ્ડ ટ્રમ્પ માટે પીએમ મોદીનો ખાસ પત્ર લઈને ગયા વિદેશ મંત્રી જયશંકર , આજે છે શપથ ગ્રહણ સમારોહ


