Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Donald Trump ની ઈચ્છા અંતે થઈ પૂરી, મળ્યો શાંતિ પુરસ્કાર

ફૂટબોલની વૈશ્વિક સંસ્થા એટલે કે, Fifa એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump ) ને શાંતિ પુરસ્કાર એનાયત કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ શાંતિ પુરસ્કાર માટે ખુદને સક્ષમ ગણાવી રહ્યા હતા. અંતે તેમની ઈચ્છા પૂર્ણ થઈ છે.
donald trump ની ઈચ્છા અંતે થઈ પૂરી  મળ્યો શાંતિ પુરસ્કાર
Advertisement
  • Donald Trump ની ઈચ્છા આખરે પૂર્ણ થઈ
  • અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને મળ્યો Fifa શાંતિ પુરસ્કાર
  • એવોર્ડ મળ્યા પછી ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી
  • જીવનના સૌથી મોટા સન્માનમાંથી એક છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
  • છેલ્લા ઘણા સમયથી શાંતિ પુરસ્કારની કરતા હતા માગ

Donald Trump ની વિશ્વના શાંતિ ગુરુ બનવાની ઈચ્છા હવે જાણે પૂર્ણ થઈ ગઈ છે. ઘણાબધા ધમપછાડા કર્યા પછી અમેરિકી રાષ્ટ્રપ્રમુખને અંતે નોબેલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize) મળ્યો છે. ફૂટબોલની વૈશ્વિક સંસ્થા (Fifa) એ ફીફા શાંતિ પુરસ્કાર એનાયત કર્યો છે. આ પુરસ્કાર રમત ગમતથી અલગ વૈશ્વિક શાંતિને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યો છે. અને તેના પ્રથમ વિજેતા ડોનાલ્ડ ટ્રમ્પ છે.

Donald Trump ને Fifa નો પ્રથમ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો

શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પે કરેલા ધમપછાડા વિશ્વ પ્રસિદ્ધ છે. આપને એ પણ જણાવી દઈએ કે, ફીફાએ આ વર્ષથી જ આ શાંતિ પુરસ્કાર શરૂ કર્યો છે. એવામાં ફીફા (Fifa) નો પ્રથમ એવોર્ડ ટ્રમ્પને એનાયત કરવામાં આવ્યો છે. જો કે, પુરસ્કાર પછી રાજકીય અને ખેલ જગતમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. અનેક વિશેષજ્ઞોએ સવાલ ઉઠાવ્યા છે કે, વૈશ્વિક ફૂટબોલ સમારોહને રાજકીય ક્ષેત્રે કેમ જોડવામાં આવ્યો છે.

Advertisement

Donald Trump_PURASKAR_GUJARAT_FIRST 02

Advertisement

Fifa અધ્યક્ષ અને ટ્રમ્પ વચ્ચે ગાઢ સંબંધ

ફેડરેશન ઈન્ટરનેશનલ ઓફ ફૂટબોલ એસોસિએશનના વર્તમાન અધ્યક્ષ જિયાની ઈન્ફેટિનો (Gianni Infantino) ને ટ્રમ્પના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે. જિયાની ઈન્ફેન્ટિનો ઘણીવાર જાહેરમાં આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ગાજા સંઘર્ષમાં યુદ્ધવિરામ માટે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ.

ટ્રમ્પે જાતે જ પહેર્યું મેડલ (Medal)

કાર્યક્રમમાં જિયાનીએ ટ્રમ્પને આવકારતા કહ્યું હતું કે, તમારા માટે એક સુંદર મેડલ છે. જેને તમે ઈચ્છો તેમ પહેરી શકો છો. જિયાનીના આટલું બોલતાની સાથે જ ટ્રમ્પે તરત જ પોતાના હાથેથી મેડલ ગળામાં પહેરી લીધું હતું. ત્યારબાદ તેમને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. જેમાં દુનિયામાં શાંતિ અને એકતા વધારવાની દિશામાં યોગદાન આપવા બદલ સન્માન આપવામાં આવ્યું હોવાનું લખાણ લખાયેલું હતું. સર્ટિફિકેટ અને મેડલ ઉપરાંત જિયાનીએ ટ્રમ્પને સોનાની એક ટ્રોફી પણ ભેટ સ્વરૂપે આપી હતી. ટ્રોફીમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લખ્યું હતું. આ દરમિયાન ફીફા (Fifa) અધ્યક્ષે કહ્યું, તમે શાંતિ પુરસ્કાર માટે યોગ્ય છો, તમારા શાંતિના પ્રયાસો બદલ આ તમારું સન્માન છે.

Donald Trump_PURASKAR_GUJARAT_FIRST 01

પુરસ્કાર પછી અમેરિકી રાષ્ટ્રપતિનો ઉત્સાહ

Fifa શાંતિ પુરસ્કાર હાથમાં આવ્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિનો ઉત્સાહ સાતમાં આસમાને હોય તેવું જોવા મળ્યું. ખુશી વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું કે, આ મારા જીવનના સૌથી મોટા સન્માનોમાંથી એક છે. તે બાદ તેમણે પોતાના પરિવારજનો અને ખાસ કરીને તેમની પત્ની મેલેનિયાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત કેનેડા અને મેક્સિકોના નેતાઓની તેમણે ભરપૂર પ્રશંસા કરતા નિવેદન આપ્યું કે, આ કાર્યક્રમ ત્રણેય દેશ માટે અવસર છે.

આ પણ વાંચો- IndiGo Crisis: ઇન્ડિગોની ફ્લાઇટ સેવા ફરી અસરગ્રસ્ત, મુસાફરોને ભારે હાલાકી

Tags :
Advertisement

.

×