મધદરિયે ગર્લફ્રેન્ડ સાથે હેમખેમ બચ્યો YouTuber, જુઓ Video
- ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કરીને તેની વાર્તા સંભળાવી
- પરિવારના 5 સભ્યો દ્વારા અમને બચાવવામાં આવ્યા
- મેં હંમેશા તમામ ક્ષણો તમારા બધા સાથે શેર કરી છે
YouTuber Ranveer Allahbadia : YouTuber Ranveer Allahbadia : YouTuber Ranveer Allahbadia એ એક ચોંકાવનારો કિસ્સો સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કર્યો છે. આ પોસ્ટ YouTuber Ranveer Allahbadia એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરી છે. જોકે વાંચવામાં આ ઘટના ખુબ જ ભયાનક છે. તે ઉપરાંત YouTuber Ranveer Allahbadia એ આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો અને એ પણ જણાવ્યું કે કોણે તેનો જીવ બચાવ્યો હતો.
ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કરીને તેની વાર્તા સંભળાવી
YouTuber Ranveer Allahbadia એ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કરીને તેની વાર્તા સંભળાવી છે. YouTuber એ તેની ગોવા ટ્રીપની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે તેની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળી રહ્યો છે. તેણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે દરિયામાં મોટા મોજા વચ્ચે ફસાયેલો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ શેર કરતી વખતે રણવીરે કેપ્શનમાં એક લાંબી વાર્તા સંભળાવી છે.
આ પણ વાંચો: Diljit Dosanjh ના ગીતોના ગીતકારને મારી નાખવાની ધમકી સાથે...
View this post on Instagram
પરિવારના 5 સભ્યો દ્વારા અમને બચાવવામાં આવ્યા
YouTuber એ જણાવ્યું છે કે, અમને બંનેને ખુલ્લા દરિયામાં તરવું ગમે છે. હું નાનપણથી જ આવું કરું છું. પરંતુ ગઈકાલે અમે પાણીની અંદરના પ્રવાહમાં વહી ગયા હતા. પરંતુ મારી સાથે આ પહેલા પણ બન્યું છે. પરંતુ હું ક્યારેય પાર્ટનર સાથે રહ્યો આવી રીતે રહ્યો નથી. ત્યારે તાત્કાલિક ધોરણે અમે મદદ માટે પુકાર લગાવી હતી. તે પછી એક પરિવારના 5 સભ્યો દ્વારા અમને બચાવવામાં આવ્યા હતા. IPS અધિકારી પતિ અને IRS અધિકારી પત્નીના પરિવારનો હૃદયપૂર્વક આભાર કે જેમણે અમને બંનેને બચાવ્યા હતા. આ અનુભવે અમને ઘણું શીખવ્યું છે.
મેં હંમેશા તમામ ક્ષણો તમારા બધા સાથે શેર કરી છે
YouTuber Ranveer Allahbadia એ વધુમાં લખ્યું છે કે, લગભગ એવું લાગે છે કે જીવનના આ એક અનુભવે જીવવા તરફનો મારો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. હું આ એટલા માટે લખી રહ્યો છું કારણ કે મેં હંમેશા તમામ ક્ષણો તમારા બધા સાથે શેર કરી છે. જોકે આ ગોવા વેકેશન મારા માટે ખુબ જ યાદગાર રહ્યું છે. આ અંગે મેં મારા પરિવારજનોને પણ જણાવ્યું છે. હવે, મને લાગે છે કે, 2025 આવી ગયું છે. તમને અને તમારા બધા પરિવારોને મેરી ક્રિસમસ.
આ પણ વાંચો: મહારાજા અને દ્રશ્યમ જેવી ફિલ્મોનું આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ સામે ચણા પણ નહીં


