Pakistan Earthquake: મોડી રાતે પાકિસ્તાનમાં ધરા ધ્રુજી, લોકો ગભરાઈ ગયા!
- પાકિસ્તાન જાણે તેના અંત નજીક હોય તેમ લાગી રહ્યું છે (Pakistan Earthquake)
- એક તરફ ભારત તો બીજી તરફ બલુચિસ્તાનથી પાકિસ્તાન ઘેરાયું!
- કુદરત પણ પાકિસ્તાનથી નારાજ હોય તેમ ભૂકંપની ઘટના બની
- શુક્રવાર-શનિવારે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
Pakistan Earthquake: પાકિસ્તાન જાણે તેના અંત નજીક હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, 'આતંકીસ્તાન' ની કરતૂતનો જ્યાં એક તરફ ભારત જડબાતોડ જવાબ આપી રહ્યો છે ત્યારે બીજી તરફ બલુચિસ્તાનમાં (Balochistan) પાક આર્મી પર એક બાદ એક હુમલાઓ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જાણે કુદરત પણ પાકિસ્તાનથી નારાજ હોય તેમ ભૂકંપની ઘટના બની છે. શુક્રવાર-શનિવારે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ પણ વાંચો - IndiaPakistanWar2025 : પાકિસ્તાનને IMF એ અબજો ડોલરની આપી લોન! ભારતનો વિરોધ
પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતાનો ભૂકંપ
પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવાર અને શનિવારે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા (Pakistan Earthquake) હોવાની માહિતી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે લગભગ 01.44 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે આજે બપોરે 01.44 વાગ્યે (IST) પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે, આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.
આ પણ વાંચો - IndPakWar2025 : અળવીતરા પાકિસ્તાન પર ભારતની જવાબી કાર્યવાહી, POK માં અનેક ડ્રોન હુમલા!
નાપાક પાકિસ્તાનને ભારતનો વળતો જવાબ
જણાવી દઈએ કે, નાપાક પાકિસ્તાન (Pakistan) સતત બે દિવસથી ભારતનાં સરહદી વિસ્તારોમાં ગોળીબાર, ડ્રોન અને મિસાઇલ એટેક કરી રહ્યો છે. જો કે, ભારત પણ પાકિસ્તાનને વળતો જવાબ (IndiaPakistanWar2025) આપી રહ્યું છે અને તેનાં તમામ ડ્રોન અને મિસાઇલ એટેકને નિષ્ફળ કરવામાં સફળતા મેળવી છે. પહલગામ હુમલા (Pahalgam Tarror Attack) બાદ ભારતે પાકિસ્તાન-POK માં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી.
આ પણ વાંચો - Balochistan : સતત બીજા દિવસે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલા!