Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ન્યૂઝીલેન્ડમાં ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતા, ચેતવણી અપાઈ

ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ આવવાનો સિલસિલો ચાલુ છે. આ જ કડીમાં ભારતીય સમય મુજબ આજે સવારે 6.11 વાગે ભૂકંપના જોરદાર ઝટકા મહેસૂસ થયા છે. આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેર્માડેક ટાપુ પર 7.3ની તીવ્રતાથી આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમીનની નીચે 10 કિમીની ઊંડાઈએ...
ન્યૂઝીલેન્ડમાં ધરા ધ્રુજી  રિક્ટર સ્કેલ પર 7 3ની તીવ્રતા  ચેતવણી અપાઈ
Advertisement

ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ આવવાનો સિલસિલો ચાલુ છે. આ જ કડીમાં ભારતીય સમય મુજબ આજે સવારે 6.11 વાગે ભૂકંપના જોરદાર ઝટકા મહેસૂસ થયા છે. આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેર્માડેક ટાપુ પર 7.3ની તીવ્રતાથી આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમીનની નીચે 10 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. આ અગાઉ માર્ચ મહિનામાં પણ ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા.

અત્રે જણાવવાનું કે ન્યૂઝીલેન્ડમાં માર્ચ મહિનામાં પણ 7ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ પણ કેર્માડેક ટાપુ ઉપર જ આવ્યો હતો. તે સમયે તેની તીવ્રતા રિક્રટર સ્કેલ પર 7.0ની હોવાનું કહેવાયું હતું.

Advertisement

Advertisement

કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.

રિક્ટર સ્કેલ આંચકાની અસર
0 થી 1.9 ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે.
2 થી 2.9 હળવા કંપન
3 થી 3.9 કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9 બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે.
5 થી 5.9 ફર્નીચર હલે છે.
6થી 6.9 ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે.
7થી 7.9 ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9 ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે.
9 કે તેથી વધુ સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી.

આપણ  વાંચો- ચીનના ગુપ્ત પોલીસ સ્ટેશન શું છે, તેઓ કેવી રીતે કામ કરે છે, જાણો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×