Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ED Raid : હરક સિંહના ઘરે ED ના દરોડા, ઉત્તરાખંડથી દિલ્હી સુધીના 15 થી વધુ સ્થળો પર Raid

ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે મોટી કાર્યવાહી કરી છે. ઉત્તરાખંડથી લઈને દિલ્હી અને ચંદીગઢ સુધી દરોડા પાડવામાં આવ્યા છે. ત્રણ રાજ્યોમાં 15થી વધુ સ્થળો પર ED નું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું...
ed raid   હરક સિંહના ઘરે ed ના દરોડા  ઉત્તરાખંડથી દિલ્હી સુધીના 15 થી વધુ સ્થળો પર raid
Advertisement

ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે મોટી કાર્યવાહી કરી છે. ઉત્તરાખંડથી લઈને દિલ્હી અને ચંદીગઢ સુધી દરોડા પાડવામાં આવ્યા છે. ત્રણ રાજ્યોમાં 15થી વધુ સ્થળો પર ED નું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ED ની આ કાર્યવાહી બે અલગ-અલગ કેસમાં કરવામાં આવી રહી છે. એક કેસ જંગલની જમીન સાથે સંબંધિત છે અને બીજો અન્ય જમીન કૌભાંડ સાથે સંબંધિત છે. ગત વર્ષે ઓગસ્ટમાં વિજિલન્સ વિભાગે કોંગ્રેસ નેતા હરક સિંહ રાવત વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

Advertisement

Advertisement

બુધવારે સવારે ED ની ટીમ દહેરાદૂનના ડિફેન્સ કોલોનીમાં રાવતના ઘરે પહોંચી હતી. અહીં EDની ટીમ પખરો રેન્જ કૌભાંડની તપાસ માટે આવી છે.

કોણ છે હરક સિંહ રાવત?

હરક સિંહ રાવતને ભાજપ દ્વારા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને અનુશાસનહીનતાને કારણે કેબિનેટ મંત્રી પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ વર્ષ 2022માં કોંગ્રેસમાં જોડાયા હતા. હરક સિંહની સાથે તેમની પુત્રવધૂ અનુકૃતિ ગુસૈન પણ કોંગ્રેસમાં જોડાઈ હતી.

આ પણ વાંચો : Harda Factory Blast માં અત્યાર સુધીમાં 12 ના મોત, માલિક સહિત 3 ની ધરપકડ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×