Maharashtra માં શપથ લેતા પહેલા એકનાથ શિંદેની તબિયત બગડી, જાણો ડોક્ટરોએ શું કહ્યું?
- Maharashtra ના કાર્યવાહક CM એકનાથ શિંદેની તબિયત લથડી
- તાવ અને થાકને કારણે તેમને આરામ કરવાની ડોક્ટરોની સલાહ
- તેઓ હાલમાં પોતાના વતન સતારામાં આરામ કરી રહ્યા છે
મહારાષ્ટ્ર (Maharashtra)ના કાર્યવાહક CM એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી ગઈ છે. તાવ અને થાકને કારણે ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ દિવસોમાં તે પોતાના વતન સતારામાં છે. દિલ્હીથી પરત આવ્યા બાદ તેઓ થોડો સમય મુંબઈમાં રહ્યા અને પછી અચાનક સતારા ચાલ્યા ગયા. એકનાથ શિંદે નારાજ હોવાની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર (Maharashtra)માં ચૂંટણીના પરિણામો આવ્યાને એક અઠવાડિયું વીતી ગયું છે પરંતુ હજુ સુધી નવી સરકાર બની નથી. મહાયુતિની મહત્વની બેઠક પણ થઈ નથી. હવે રવિવારે મુંબઈમાં મહાયુતિની બેઠક યોજાય તેવી શક્યતા છે.
મહાયુતિના મુખ્ય ઘટક ભાજપના નેતાઓએ કહ્યું કે, તેઓ વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષકોના આગમનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એકનાથ શિંદે નારાજ હોવાના મહેવાલો પણ સામે આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર શિંદે ગૃહ મંત્રાલયને ડેપ્યુટી CM સાથે રાખવા માંગે છે, પરંતુ ગઠબંધન પક્ષો સાથે આ અંગે સર્વસંમતિ સાધવામાં સક્ષમ નથી.
VIDEO | "He is better now. He had 99-degree Celsius temperature and was given Saline. This is a viral infection. So, he has a little cough and cold," says family doctor of Maharashtra caretaker CM Eknath Shinde, Dr Parte, while giving an update about the former's health… pic.twitter.com/hAKEmH5Iaf
— Press Trust of India (@PTI_News) November 30, 2024
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે નવી સરકાર બનશે...
ભારતીય જનતા પાર્ટી (BJP) ના એક વરિષ્ઠ નેતાએ શનિવારે કહ્યું કે, મહારાષ્ટ્ર (Maharashtra)માં મહાયુતિ ગઠબંધનની નવી સરકાર 5 ડિસેમ્બરે રચાશે. જો કે CM કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. એકનાથ શિંદે, ફડણવીસ અને પવારે ગુરુવારે મોડી રાત્રે રાજ્યમાં આગામી સરકાર બનાવવાની સમજૂતી પર ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળ્યા હતા.
આ પણ વાંચો : Maharashtra માં CM નું નામ હજુ નક્કી નથી પરંતુ શપથ ગ્રહણ સમારોહના તારીખની જાહેરાત...!
કોણ બનશે મહારાષ્ટ્રના નવા સીએમ?
BJP ના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, CM નો શપથ ગ્રહણ સમારોહ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. પરંતુ તે પહેલા 2 ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે બેઠક યોજાશે. આમાં, ધારાસભ્યો તેમની પાર્ટીના નેતાની પસંદગી કરશે અને પછી તે સ્પષ્ટ થઈ જશે કે મહારાષ્ટ્ર (Maharashtra)ના CM કોણ બનશે.
આ પણ વાંચો : Ajmer dargah : હિન્દુ સેનાના અધ્યક્ષને કેનેડાથી આવ્યો ફોન, કહ્યું - 'તારું માથું કાપી...'
શિંદે ભાજપના દરેક નિર્ણયને સ્વીકાર્યો...
તમને જણાવી દઈએ કે, શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આગામી CM ને લઈને BJP નેતૃત્વના નિર્ણયનું સંપૂર્ણ સમર્થન કરશે અને આ પ્રક્રિયામાં કોઈ અવરોધ નહીં બને. તે જ સમયે, અજિત પવારની આગેવાની હેઠળની NCP એ CM પદ માટે ફડણવીસને સમર્થન આપ્યું છે. એ વાત જાણીતી છે કે, આગામી CM બનવાના ઉમેદવારોમાં દેવેન્દ્ર ફડણવીસ સૌથી આગળ છે.
આ પણ વાંચો : Sambhal હિંસાનું સત્ય બહાર આવ્યું!, સફેદ કુર્તા પહેરેલા યુવકે ભીડને ઉશ્કેરી...


