PM મોદીનું પાલતુ શ્વાન છે ચૂંટણી પંચ: કોંગ્રેસ MLA નું વિવાદિત નિવેદન
- હવે દેશને શેષન જેવા ચૂંટણી કમિશ્નરની જરૂર
- હાલનું ચૂંટણી પંચ સરકારના ઇશારે પુછડી પટપટાવે છે
- હું કાંઇ જ ખોટુ બોલ્યો નથી માટે માફી તો ક્યારેય નહી માંગું
નવી દિલ્હી : જગતાપે ચૂંટણી પરિણામો અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે, મહારાષ્ટ્રની જનતા હાલની મહાયુતી સરકારની વિરુદ્ધ હતી, જો કે EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) માં ગોટાલાના કારણે તેમના પક્ષમાં ગયા.
કોંગ્રેસ નેતાએ ફરી એકવાર ઝેર ઓક્યું
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને વિધાન પરિષદમાં ઉપનેતા ભાઇ જગતાપે શુક્રવારે ચૂંટણી પંચ (ECI) અંગે વિવાદિત નિવેદન આપીને રાજનીતિક હલચલ મચાવી દીધી. જગતાપે ચૂંટણી પંચની તુલના વડાપ્રધાન મોદીના કુતરા સાથે કરી હતી. એટલું જ નહીં તેમને જ્યારે આ મામલે ફરી પુછવામાં આવ્યું કે તેઓ પોતાના નિવેદન અંગે અડગ છે. તો તેમણે કહ્યું મે સાચુ જ કહ્યું છે હું માફી નહીં માંગું. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે મહારાષ્ટ્રમાં રાજ્ય ચૂંટણી પંચના સીઇઓને અરજી સોંપતા હાલમાં જ થયેલા વિધાનસભા ચૂંટણીમાં ગોટાળાના આરોપો લગાવ્યા હતા.
આ પણ વાંચો : આવા સરકારી શિક્ષકોની નોકરી ખતરામાં, શિક્ષણ મંત્રીએ કહ્યું તત્કાલ હકાલપટ્ટી કરો
રાજ્યની જનતા કોંગ્રેસ સરકાર ઇચ્છતી હતી
જગતાપે ચૂંટણી પરિણામો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મહારાષ્ટ્રની જનતા હાલની મહાયુતિ સરકારની વિરુદ્ધ હતી, જો કે ઇવીએમમાં ગોટાળાના કારણે પરિણામો તેમના પક્ષમાં ગયા. તેમણે કહ્યું કે, આ ચૂંટણી પરિણામ અપ્રત્યાશિત છે. અમને વિશ્વાસ નથી થઇ રહ્યો. રાજ્યની જનતા સંપુર્ણ રીતે મહાયુતી સરકાર વિરુદ્ધ હતી, જો કે સંપુર્ણ શ્રેય ઇવીએમને જાય છે. હું કહીશ કે અનેક સ્થળો પર ઇવીએમ હેક થયા.
સુપ્રીમ કોર્ટના આદેશનું પણ પાલન નથી થતું
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા જગતાપે કહ્યું કે, હું માફી નહીં માંગુ. જો ચૂંટણી પંચ વડાપ્રધાન અને અન્ય મંત્રીના દબાણમાં કામ કરી રહ્યું છે, તો મે સાચુ જ કહ્યું છે. તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા માટે પૂર્વ ચૂંટણી અધિકારી ટીએન શેષન જેવા બનવાની સલાહ આપી હતી. તેમણે સુપ્રીમ કોર્ટમાં ઇવીએમ અંગે દાખલ અરજીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, વીવીપેટ સ્લિપની પણ તપાસ થવી જોઇએ. સુપ્રીમ કોર્ટે 5 ટકા વીવીપેટ સ્લિપ્સ ગણવાની ભલામણ કરી હતી. જો કે તે પણ નથી થયું. જો આ પ્રણાલીમાં કોઇ ખામી છે તો તેની તપાસ થવી જોઇએ. તેને બદલવી પણ જોઇએ.
આ પણ વાંચો : Maharashtra માં CM નું નામ હજુ નક્કી નથી પરંતુ શપથ ગ્રહણ સમારોહના તારીખની જાહેરાત...!


