એલોન મસ્કએ ભારતીયોના કર્યા વખાણ, 'અમેરિકાને ભારતીય પ્રતિભાથી ઘણો મોટો ફાયદો થયો'
- Elon Musk Indian Talent: મસ્કે ભારતના પ્રતિભાશાળી લોકોના કર્યા વખાણ
- ભારતના પ્રતિભાશાળી લોકોથી અમેરિકાને થયો ફાયદો
- એલોન મસ્ક H-1B વિઝાના સમર્થક રહ્યા છે
દુનિયાની સૌથી મોટી કંપની ટેસ્લાના માલિક અને પ્રખ્યાત ઉદ્યોગપતિ એલોન મસ્કે ( Elon Musk) ભારતીય લોકોની ખૂબ જ પ્રશંસા કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, છેલ્લા ઘણા દાયકાઓથી જે પ્રતિભાશાળી ભારતીય લોકો અમેરિકા આવ્યા છે, તેનાથી અમેરિકાને ખૂબ જ મોટો ફાયદો થયો છે. મસ્કનું કહેવું છે કે ભારતીય લોકોએ અમેરિકાની ટેક્નોલોજી અને નવીનતાની દુનિયાને ઊભી કરવામાં અને તેને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવી છે.
Elon Musk Indian Talent: એલોન મસ્કે આ વાત પોડકાસ્ટમાં કરી
એલોન મસ્કે આ વાત ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામત સાથેની એક વાતચીત (પોડકાસ્ટ)માં જણાવી હતી . વાતચીતની શરૂઆતમાં નિખિલ કામતે કહ્યું હતું કે અમેરિકા હંમેશા દુનિયાભરમાંથી હોશિયાર લોકોને પોતાની તરફ ખેંચે છે. તેમણે એ વાત પણ યાદ અપાવી કે ઘણા ભારતીય CEOs આજે મોટી અમેરિકન કંપનીઓના વડા છે. જવાબમાં મસ્કએ સંમતિ આપી અને ભારતીય પ્રતિભાના યોગદાનને "અમૂલ્ય" ગણાવ્યું. તેમણે કહ્યું, "હા, મને લાગે છે કે અમેરિકાને અહીં આવેલા પ્રતિભાશાળી ભારતીયોથી ખૂબ મોટો લાભ થયો છે."
Elon Musk Indian Talent: એલોન મસ્કે H-1B વિઝાનું કર્યું સમર્થન
એલોન મસ્ક પોતે પણ H-1B વિઝા પ્રોગ્રામના સમર્થક રહ્યા છે, જે અમેરિકન કંપનીઓને વિદેશી કુશળ કામદારોને નોકરી આપવાની મંજૂરી આપે છે. મસ્ક ભૂતકાળમાં કહી ચૂક્યા છે કે આ H-1B વિઝા પ્રોગ્રામ અમેરિકાને મજબૂત બનાવે છે, કારણ કે તેના કારણે જ સ્પેસએક્સ (SpaceX) અને ટેસ્લા (Tesla) જેવી મોટી કંપનીઓ બનાવવામાં મદદ કરનાર મહત્વના લોકો અમેરિકા આવી શક્યા હતા. મસ્કનો ભારતીય કુશળ કામદારોના યોગદાનને સ્વીકાર એ વૈશ્વિક ટેક્નોલોજી અને અર્થતંત્રમાં ભારતીય પ્રવાસીઓની વધતી ભૂમિકાને દર્શાવે છે.
આ પણ વાંચો: Israel ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ માફીની વિનંતી કરી, જાણો કારણ


