Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Elvish Yadav: એલ્વિશની મુશ્કેલીઓ વધશે! મોબાઈલ ડેટા રિકવર થતા રેવ પાર્ટીનું રહસ્ય ખુલશે

Elvish Yadav: યુટ્યુબર એલ્વિશ યાદવ અત્યારે ઘણો ચર્ચામાં રહ્યો છે. નોંધનીય છે કે, એક રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય મામલે તેને ધરપકડ કરવામાં આવી હતીં. અત્યારે આ કેસમાં એક મહત્વની વિગત સામે આવી છે. યુટ્યુબર એલ્વિશ યાદવ અને તેના સહયોગીઓના...
elvish yadav  એલ્વિશની મુશ્કેલીઓ વધશે  મોબાઈલ ડેટા રિકવર થતા રેવ પાર્ટીનું રહસ્ય ખુલશે
Advertisement

Elvish Yadav: યુટ્યુબર એલ્વિશ યાદવ અત્યારે ઘણો ચર્ચામાં રહ્યો છે. નોંધનીય છે કે, એક રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય મામલે તેને ધરપકડ કરવામાં આવી હતીં. અત્યારે આ કેસમાં એક મહત્વની વિગત સામે આવી છે. યુટ્યુબર એલ્વિશ યાદવ અને તેના સહયોગીઓના મોબાઈલ ફોનમાંથી રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવાનું રહસ્ય ખુલશે તેવું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે એલ્વિશ અને તેના સહયોગી વિનય અને ઈશ્વરના મોબાઈલ ફોન ગાઝિયાબાદના નિવારી સ્થિત ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે.

ડેટા રિકવરી થતા ઘણી હકીકત સામે આવશે

નોંધનીય છે કે, લૈબમાં મોબાઈલના ડેટા રિકવરી થતા ઘણી હકીકત સામે આવી શકે તેમ છે. આ મામલે પોલીસનું કહેવું છે કે, આરોપીએ પોતાના મોબાઈલમાંથી ડેટા ડિલીટ કરી નાખ્યા હતાં. રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના મામલામાં નોઈડાના કોતવાલી સેક્ટર-49માં પીપલ્સ ફોર એનિમલ્સ સંસ્થા વતી યુટ્યુબર એલ્વિશ યાદવ સહિત છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

Advertisement

135 દિવસો બાદ એલ્વિશ યાદવની કરી હતી ધરપરડ

આ પહેલા પોલીસે પાંચ સપેરાઓની ધરપકડ કરી લીધી હતીં. નોંધનીય છે તેમની ધરપકડના 135 દિવસો બાદ પોલીસે એલ્વિશ યાદવની ધરપરડ કરી હતીં. આ મામલે એલ્વિશ યાદવ (Elvish Yadav)ના બે સહયોગિયો વિનય અને ઈશ્વરની પણ ધરપકડ કરવામાં આવી હતીં. જો કે હવે આ કેસમાં એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. તે જ સમયે, નોઇડા પોલીસે એલ્વિશ અને તેના સહયોગીઓ વિરુદ્ધ કોર્ટમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

Advertisement

પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

આ કેસમાં વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, આરોપીઓના મોબાઈલમાં સાપોની તસ્કરી અને રેવ પાર્ટી સાથે જોડાયેલા કેટલાક ફોટા, વીડિયો અને ચેટ છે. જોકે, મોબાઈલના ડેટા રિકવર થતાની સાથે પોલીસે વધારે તપાસ હાથ ધરી શકે છે. એવી પણ વિગતો સામે આવી છે કે, એલ્વિશ સાપના ઝેરની પાર્ટી માટે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો હતો. તેનું સર્વર ચીનમાં છે. જો કે પોલીસ અધિકારીઓ હજુ પણ આ મામલે કોઈ સત્તાવાર માહિતી આપવાનો ઈન્કાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: JNU: યુનિવર્સિટીની એક ભૂલે વિદ્યાર્થીના 12 વર્ષ બગાડ્યા, હવે કોર્ટે આપ્યો ભણવાનો અધિકાર

આ પણ વાંચો: Lok Sabha Election 2024: અમેઠીનું આ ગામ કોંગ્રેસને નહીં આપે મત, જાણો શું છે કારણ?

આ પણ વાંચો: IGI Airport Delhi: એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારા બન્ને રાજકોટના વતની: સૂત્રો

Tags :
Advertisement

.

×