ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ; પુતિનની યુરોપને એટમી ચેતવણી- પરમાણુ હેડક્વાર્ટરની લીધી મુલાકાત
- રશિયાએ બેરેન્ટ્સ અને નોર્વેજિયન સુમદ્રમાં કરી તૈનાતી
- નોર્વેજિયન સમુદ્રમાં રશિયાની બે સબમરીન કરવામાં આવી તૈનાત
- બેરેન્ટ્સ સમુદ્રમાં રશિયાના બે પરમાણુ યુદ્ધ જહાજ પણ તૈનાત
- ન્યુક્લિયર વૉરહેડની સાથે હાઈપરસોનિક મિસાઈળ છે તૈનાત
- યુક્રેનને મદદ પહોંચાડી રહેલા દેશે છે ટાર્ગેટ પર
- બ્રિટેન, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ છે નિશાના પર
- રશિયાની આ ફ્લીટની રેન્જમાં આખુ યુરોપ આવે છે
- રશિયાએ અમેરિકા વિરૂદ્ધ પણ કરી ન્યુક્લિયર સિલ્ડ તૈનાત
- ઈસ્ટ સાઈબેરિયન સમુદ્રમાં રશિયાએ 2 પરમાણુ સબમરીન કરી છે તૈનાત
- અમેરિકા પર સીધો જ હુમલો કરી શકે છે સબમરીન
યુક્રેનમાં હવે પહેલા કરતા વધુ રક્તપાત થવાનો છે. કારણ કે, ટ્રમ્પ શાંતિ પ્રયાસ પર પાણી ફરી વળ્યું છે. રશિયાએ યુરોપને એટમી ચેતવણી જાહેર કરી દીધી છે. પુતિને પરમાણુ હેડક્વાર્ટરની મુલાકાત લીધી છે. ન્યુક્લિયર રિસર્ચ કરનાર કંપનીના મુખ્યાલયથી પુતિને સંદેશ આપ્યો છે કે, રશિયા તમામ સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. રશિયાની એટમી તૈનાતીને લઈને નવો રિપોર્ટ સામે આવ્યો છે.. આ તમામ સંકેત કહીં રહ્યા છે કે, સમગ્ર યુક્રેન પર કબજો કરવાની તૈયારી થઈ ગઈ છે અને આ મિશનમાં યુરોપના દેશો નડતર રૂપ થશે તો દેશ પર ટાર્ગેટ પર છે.
યુક્રેન પર હુમલાની સાથે જ પુતિને મદદગાર યુરોપના દેશો પર પણ પરમાણુ ચેતવણી જાહેર કરી દીધી છે.. પુતિનની વિમાન મોસ્કોથી ઉડાન ભરીને રશિયાના સારોવ શહેરમાં પહોંચ્યું. સારોવ શહેરમાં પહોંચીને પુતિને પોતાના દુશ્મન દેશો માટે ચતેવણી જાહેર કરી દીધી.
સારોવમાં પુતિને યૂલી બોરિસોવિચ ખારિતોનના સ્મારક પર ફૂલ પણ ચઢાવ્યા. પરંતુ જ્યારે પુતિન સારોવ શહેરમાં પરમાણુ વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. તે જ સમયે એક એટમી ધમકી પણ રશિયા તરફથી જાહેર કરવામાં આવી. ચેતવણીમાં કહેવામાં આવ્યું કે, રશિયા હાલ એક મોટા પડકારનો સામનો કરી રહ્યું છે.. તેનો અર્થ છે કે, આપણે આપણા પરમાણુ હથિયારોને વધુ સારા બનાવતા રહેવું પડશે.
આ પણ વાંચો- Jammu and Kashmir Rain : કઠુઆમાં ભારે વરસાદે તબાહી મચાવી, સહાર ખાડ નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત
રશિયા પાસે દુનિયામાં સૌથી આધુનિક પરમાણુ હથિયાર છે. તેની પરમાણુ શક્તિ સામે દુનિયામાં કોઈ દેશ ટકી શકે તેમ નથી. રશિયા તરફથી જાહેર કરવામાં આવેલી ચેતવણી બાદ રશિયાએ પોતાની પરમાણુ સબમરીન અને યુદ્ધ જહાજ અમેરિકા અને યુરોપ નજીક તૈનાત કરી દીધા છે.. ત્યારે રશિયાએ કેવી રીતે તૈનાતી કરી છે તેને પણ સમજો.
પુતિનનો સારોવની યાત્રા એ જ વાતનો સંકેત છે કે, રશિયા એટમી યુદ્ધ માટે તૈયાર છે. રશિયાના 95 ટકા પરમાણુ હથિયાર અપગ્રેડ થઈ ગયા છે. 18 ઓગસ્ટે વોશિંગ્ટન બેઠક બાદ પુતિન અને ટ્રમ્પ વચ્ચે ફોન પર ચર્ચા થઈ ત્યારે લાગી રહ્યું હતું કે, યુદ્ધવિરામને લઈને ચર્ચા આગળ વધી શકે છે. પરંતુ હવે પરમાણુ યુદ્ધ શરૂ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.. કારણ કે, ટ્રમ્પ જેલેન્સ્કીને પુતિનની શરતો માનવા માટે રાજી નથી કરી શક્યા. અને તેના માટે રશિયા યુદ્ધવિરામ માટેની ચર્ચા માટે તૈયાર નથી. કારણ કે, રશિયાનો લક્ષ્ય છે સંપૂર્ણ યુક્રેન પર નિયંત્રણ કરવું. રશિયાના વિદેશ મંત્રીના નિવેદન પરથી સંકેત મળે છે. સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે, યુક્રેનની સરકારથી યુક્રેનના લોકોની રક્ષા કરવી જ ક્રેમલિનનું લક્ષ્ય છે. યુક્રેનના રશિયન ભાષા બોલનાર લોકોની સુરક્ષા અને સન્માન વગર યુક્રેન સાથે દીર્ઘકાલીન સમજૂતી ન થઈ શકે.
રશિયાએ કહ્યું છે કે, યુરોપ તેના પર યુદ્ધ ભડકાવાનો આરોપ લગાવે છે. પરંતુ રશિયા જ છે જે મહાસંગ્રામને અટકાવીને રાખ્યું છે.. જો રશિયાના લક્ષ્ય પૂર્ણ ન થયા તો યુદ્ધનો વિસ્તાર નક્કી છે. તેની સાથે જ રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુદ્ધવિરામ લાગુ નથી થઈ રહ્યું તેના પાછળ પણ યુક્રેન જ જવાબદાર છે. રશિયાએ સ્પષ્ટ કહીં દીધું છે કે, કોઈપણ એજન્ડા વગર યુક્રેન સાથે બેઠક ન થઈ શકે. જેલેન્સ્કી જ્યાં સુધી જિદ્દ નહીં છોડે ત્યાં સુધી બેઠક ન થઈ શકે..
જેલેનસ્કી અને યુક્રેનના મહત્વના પદો પર બેઠેલા અધિકારીઓને લાગી રહ્યું છે કે, પુતિન અસ્થાયી યુદ્ધવિરામ ઈચ્છી રહ્યા છે. તે યુક્રેનની જમીન પર કબજો કરીને ભવિષ્યના યુદ્ધ માટે સમય ઈચ્છે છે.. યુક્રેન પોતાની જમીન છોડવા માટે તૈયાર નથી. યુરોપના દેશો પણ આ મુદ્દા પર યુક્રેનની સાથે છે.. તે સતત યુક્રેનને મદદ આપવાના પક્ષમાં છે. એટલા માટે જ યુદ્ધવિરામની જગ્યાએ મહાસંગ્રામ તરફ જઈ રહ્યો છે મામલો. પુતિને ન્યુક્લિયર હેડક્વાર્ટરથી સંપૂર્ણ યુરોપ માટે ચેતવણી જાહેર કરી દીધી છે.
આ પણ વાંચો- Anti Cheating Bra: જાપાનની એન્ટી-ચીટિંગ બ્રા, ફિંગરપ્રિન્ટથી જ ખુલવાનો દાવો… Viral Videoનું સત્ય જાણો


