Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

FILMFARE 2024 : ટેકનિકલ કેટેગરીમાં સામ બહાદુર અને જવાનનો જલવો, જાણો અન્ય વિજેતાનું લિસ્ટ

ગુજરાતના આંગણે પહેલીવાર FILMFARE AWARDS યોજાઈ રહ્યો છે. ગિફ્ટ સિટીમાં યોજાનારા FILMFARE AWARDS ના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગઇકાલે  69મા FILMFARE AWARDS ની કર્ટેન રાઈઝર ઈવેન્ટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શનિવારે એક સમારંભ સાથે શરૂ થઈ હતી...
filmfare 2024    ટેકનિકલ કેટેગરીમાં સામ બહાદુર અને જવાનનો જલવો  જાણો અન્ય વિજેતાનું લિસ્ટ
Advertisement

ગુજરાતના આંગણે પહેલીવાર FILMFARE AWARDS યોજાઈ રહ્યો છે. ગિફ્ટ સિટીમાં યોજાનારા FILMFARE AWARDS ના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગઇકાલે  69મા FILMFARE AWARDS ની કર્ટેન રાઈઝર ઈવેન્ટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શનિવારે એક સમારંભ સાથે શરૂ થઈ હતી . આ ઈવેન્ટમાં ઘણા બોલીવુડના નામચીન કલાકારો દ્વારા હાજરી આપવામાં આવી હતી. જેમાં કરણ જોહર, જ્હાન્વી કપૂર, નુસરત ભરૂચા, જરીન ખાન, અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાનો સમાવેશ થાય છે.

 આ કર્ટેન રાઈઝર ઈવેન્ટમાં ટેકનિકલ કેટેગરીમાં એવાર્ડસ્ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સિનેમેટોગ્રાફી, સ્ક્રીનપ્લે, કોસ્ચ્યુમ અને એડિટિંગ સહિતની ટેકનિકલ કેટેગરી માટેના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ કેટેગરીમાં એનિમલ, જવાન અને સામ બહાદુર જેવી ફિલ્મોએ એવાર્ડસ્ પોતાના નામે કર્યા હતા.

Advertisement

Advertisement

બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન -  કુણાલ શર્મા ( સામ બહાદુર ) અને સિંક સિનેમા ( એનિમલ  )

બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર - હર્ષવર્ધન રામેશ્વર ( એનિમલ  )

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - સુબ્રત ચક્રવર્તી અને અમિત રે ( સામ બહાદુર )

શ્રેષ્ઠ VFX- રેડ ચિલીઝ VFX  ( જવાન )

બેસ્ટ એડિટિંગ - જસકુંવર સિંહ કોહલી અને વિધુ વિનોદ ચોપરા ( 12th ફેલ )

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - સચિન લવલેકર, દિવ્યા ગંભીર અને નિધિ ગંભીર ( સામ બહાદુર )

બેસ્ટ સિનેમેટોગ્રાફી - અવિનાશ અરુણ ધાવરે ( થ્રી ઓફ અઝ )

શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - ગણેશ આચાર્ય - વોટ ઝુમકા માટે  ( રોકી ઔર રાની કી પ્રેમ કહાની )

બેસ્ટ એક્શન - સ્પિરો રઝાટોસ, એનલ અરાસુ, ક્રેગ મેક્રે, યાનિક બેન, કેચા ખામ્ફકડી અને સુનીલ રોડ્રિગ્સ ( જવાન )

અહી ઉલ્લેખનીય છે કે, ફિલ્મફેર એવોર્ડનો મુખ્ય ઈવેન્ટ 28 તારીખ એટલે કે આજરોજ યોજવવામાં આવનાર છે. જેમાં મુખ્ય શ્રેણીઓમાં એવાર્ડ એનાયાત કરવામાં આવનાર છે.

આ પણ વાંચો -- Fighter ની જબરદસ્ત ફાઈટ, ફેન્સનું દિલ જીતવામાં સફળ રહી ફિલ્મ

Tags :
Advertisement

.

×