Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad Fire: ઉમરગામના ટુંબ ગામમાં આવેલી કંપનીમાં ભીષણ આગ

Valsad Fire: વલસાડના ઉમરગામ નજીક ટુંબ ગામ ખાતેની એક કંપનીમાં આજે ભીષણ આગ લાગી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. કંપનીમાં રાખેલા કેમિકલ અને કાચા માલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. આ ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
valsad fire  ઉમરગામના ટુંબ ગામમાં આવેલી કંપનીમાં ભીષણ આગ
Advertisement
  • Valsad Fire: ઉમરગામના ટુંબ ગામમાં આવેલી કંપનીમાં લાગી આગ
  • કંપનીમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં મચી દોડધામ
  • કંપનીમાં રાખેલા કાચા માલ અને કેમિકલના કારણે આગ પ્રસરી
  • ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ

Valsad Fire:વલસાડમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે વધુ એક આગની ઘટના ઉમરગામ તાલુકામાં ટુંબ ગામમાં આવેલ કંપનીમાં બની છે. આગ લાગતાં કંપનીમાં ભારે ભાગદોડ મચી ગઈ છે. કંપનીમાં રાખવામાં આવેલા કાચા માલ અને કેમિકલના કારણે આગ વધુ પ્રસરી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ઘટનાને લઈને આજુબાજુના વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ ફરી વળ્યું છે.

Valsad Fire: કેમિકલ અને કાચા માલના કારણે આગ વધુ વકરી

Advertisement

પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ કંપનીના સ્ટોરેજ યુનિટમાં લાગી હોવાનું માનવામાં આવે છે. સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે, કંપનીમાં મોટા પ્રમાણમાં કાચો માલ અને જ્વલનશીલ કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આ કેમિકલોના કારણે આગ ખૂબ જ ઝડપથી અને વિકરાળ સ્વરૂપે પ્રસરી રહી છે, જેના કારણે આગના મોટા જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગની તીવ્રતા એટલી છે કે તેને કાબૂમાં લેવું ફાયર બ્રિગેડની ટીમ માટે એક મોટો પડકાર બની રહ્યો છે.

Advertisement

કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ

valsad_fire_gujarat_first

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી  છે. ફાયર ફાઈટરોની ટીમ હાલમાં સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો કરી રહી છે. કંપનીના અન્ય ભાગોમાં આગ પ્રસરતી અટકાવવા માટે પણ ખાસ પ્રયાસો હાથ ધરાયા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

જીલ્લામાં એક અઠવાડિયામાં બીજી ભીષણ આગની ઘટના

ઉલ્લેખનીય છે 6 ડિસેમ્બરે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ઉમરસાડી ગામે આવેલી બી.એન ઈન્ડસ્ટ્રીઝ (B.N. Industries)ના યુનિટ-2 માં ભીષણ આગ(Massive fire) લાગી હતી.  જેમાં લાંબા સમય બાદ કાબૂ મેળવાયો હતો.  જેમાં કોઈ કોઈ જાનહાનિ થઈ ન હતી પણ લાખો રુપિયાનું નુકસાન થયું હતુ.

આ પણ વાંચોઃ Jamnagar: ધોળા દિવસે યુવકનો જીવ લેનાર આરોપી પકડાયો, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×