Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Noida Airport પર પ્રથમ વિમાન ઉતર્યું, વોટર કેનનથી આપવામાં આવી સલામી Video

Noida Airport પર પ્રથમ પ્લેન થયું લેન્ડ ઈન્ડિગો ફ્લાઈટે સફળ લેન્ડિંગ કર્યું 2025 થી કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે ખુલશે પ્રથમ ફ્લાઇટ ઉત્તર પ્રદેશના જેવરમાં બનેલા નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (Noida Airport) પર સફળતાપૂર્વક લેન્ડ થઈ છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ...
noida airport પર પ્રથમ વિમાન ઉતર્યું  વોટર કેનનથી આપવામાં આવી સલામી video
Advertisement
  1. Noida Airport પર પ્રથમ પ્લેન થયું લેન્ડ
  2. ઈન્ડિગો ફ્લાઈટે સફળ લેન્ડિંગ કર્યું
  3. 2025 થી કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે ખુલશે

પ્રથમ ફ્લાઇટ ઉત્તર પ્રદેશના જેવરમાં બનેલા નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (Noida Airport) પર સફળતાપૂર્વક લેન્ડ થઈ છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઈન્ડિગોની ફ્લાઈટ નંબર A320 NEO એ નોઈડા એરપોર્ટ (Noida Airport) પર તેનું પ્રથમ સફળ લેન્ડિંગ કર્યું છે.

જેવર એરપોર્ટ ક્યારે ખુલશે?

તમને જણાવી દઈએ કે, એશિયાનું સૌથી મોટું એરપોર્ટ કહેવાતા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (Noida Airport)નું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ઘણા લોકો તેને જેવર એરપોર્ટના નામથી પણ ઓળખે છે. જેવર એરપોર્ટ પર ટ્રાયલ ચાલી રહી છે. આ શ્રેણીમાં ઈન્ડિગોનું પહેલું વિમાન પણ જેવર એરપોર્ટની એરસ્ટ્રીપ પર લેન્ડ થયું છે. આ એરપોર્ટ એપ્રિલ 2025 થી કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે પણ ખુલશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Delhi Election : મનીષ સિસોદિયાની સીટમાં ફેરફાર, AAP એ બીજી યાદી જાહેર કરી

PM મોદીએ 2021 માં શિલાન્યાસ કર્યો હતો...

જેવરમાં બનનાર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (Noida Airport) માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ હશે. નવેમ્બર 2021 માં PM નરેન્દ્ર મોદીએ જેવર એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. યુપી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાં સામેલ જેવર એરપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર છે. ટ્રાયલ રનના સફળ પરીક્ષણ અને કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે મંજૂરી મળ્યા બાદ, તે એપ્રિલમાં તમામ ફ્લાઈટ્સ માટે ખોલવામાં આવશે. એપ્રિલ 2025 થી અહીં મુસાફરોની અવરજવર શરૂ થશે.

આ પણ વાંચો : Rahul Narvekar મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા, બિનહરીફ ચૂંટાયા

6 ફેબ્રુઆરીથી ટિકિટ બુકિંગ શરૂ થશે...

જો રિપોર્ટ્સનું માનીએ તો નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (Noida Airport)નો પહેલો રનવે 3900 મીટર લાંબો અને 60 મીટર પહોળો છે. જેવર એરપોર્ટ પર ફ્લાઇટનું બુકિંગ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. 2050 સુધીમાં આ એરપોર્ટ પરથી દર વર્ષે 7 કરોડ મુસાફરો હવાઈ મુસાફરી કરશે.

આ પણ વાંચો : Himachal Pradesh અને Jammu Kashmir માં હિમવર્ષા, 110 રસ્તાઓ બંધ, ગામો અંધારામાં....

Tags :
Advertisement

.

×