Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Suresh Raina : પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાને EDનું સમન્સ,આ કેસમાં થશે પૂછપરછ

Suresh Raina : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાને (Suresh Raina)બુધવારે ED દ્વારા પૂછપરછ માટે દિલ્હી ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. ફેડરલ તપાસ એજન્સી સટ્ટાબાજી એપ 1xBet કેસમાં તેમનું નિવેદન નોંધશે. થોડા દિવસો પહેલા, આજતકે સમાચાર આપ્યા હતા કે સુરેશ...
suresh raina   પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાને edનું સમન્સ આ કેસમાં થશે પૂછપરછ
Advertisement

Suresh Raina : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાને (Suresh Raina)બુધવારે ED દ્વારા પૂછપરછ માટે દિલ્હી ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. ફેડરલ તપાસ એજન્સી સટ્ટાબાજી એપ 1xBet કેસમાં તેમનું નિવેદન નોંધશે. થોડા દિવસો પહેલા, આજતકે સમાચાર આપ્યા હતા કે સુરેશ રૈના સટ્ટાબાજી એપ કેસમાં EDની તપાસ હેઠળ છે અને તેમને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

ગેમિંગ એમ્બેસેડર નામ આપવામાં આવ્યું (Suresh Raina)

ગયા વર્ષે ડિસેમ્બરમાં, સટ્ટાબાજી એપ્લિકેશન 1xBet એ સુરેશ રૈનાને તેના ગેમિંગ એમ્બેસેડર બનાવ્યા હતા. તે સમયે સટ્ટાબાજી કંપનીએ કહ્યું હતું કે, 'સુરેશ રૈના સાથેની અમારી ભાગીદારી રમતગમતના સટ્ટાબાજી ચાહકોને જવાબદારીપૂર્વક સટ્ટો રમવા માટે પ્રોત્સાહિત કરશે.તેથી,તેમની ભૂમિકાને રિસ્પોન્સિબલ ગેમિંગ એમ્બેસેડર નામ આપવામાં આવ્યું છે અને તે અમારી બ્રાન્ડના આવા પહેલા એમ્બેસેડર છે.

Advertisement

આ પણ  વાંચો -MS Dhoniના પ્રખર ફેન ભાવનગરના Jay Janiનું અકસ્માતમાં મોત

Advertisement

સુરેશ રૈનાએ કર્યારે લીધી ક્રિકેટમાંથી નિવૃત્તિ (Suresh Raina)

લેફ્ટ હેન્ડ બેટ્સમેન સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020નાં રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લીધી છે. તેમના એલાન કર્યાની થોડી જ મીનીટો પહેલા એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જોકે, બંને દિગ્ગજ આઈપીએલ અને ઘરેલૂ ક્રિકેટ માટે ઉપલબ્ધ હતા, પણ હવે સુરેશ રૈનાએ આ વાતનું એલાન કર્યું છે કે તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ સાથે સંબંધિત કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે.

આ પણ  વાંચો -Rishabh Pant ને કેમ પસંદ કરે છે મેથ્યુ હેડનની પુત્રી?

સટ્ટાબાજી એપે આટલા કરોડ રૂપિયા કમાયા હતા

તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્લેટફોર્મ્સે લગભગ 2000 કરોડ રૂપિયા કમાયા છે. અહેવાલો અનુસાર, તમિલનાડુના એક વિસ્તારમાં ક્રિપ્ટો વોલેટ, ATM દ્વારા આ રકમ નાની રકમના રૂપમાં ઉપાડવામાં આવી છે. તાજેતરમાં, સમાચાર આવ્યા હતા કે ED એ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના, હરભજન સિંહ અને યુવરાજ સિંહને સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવા બદલ નોટિસ મોકલવાનો નિર્ણય લીધો છે, કારણ કે આ ખેલાડીઓ સોશિયલ મીડિયા પર અલગ અલગ એપ્સનો પ્રચાર કરતા જોવા મળે છે.

Tags :
Advertisement

.

×